વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માફક નથી આવતી

🌹 🌹 માફક નથી આવતી   🌹 🌹


દુનિયાની આવી વાત માફક નથી આવતી ,

અમસ્તા જ કેમ છો પૂછવાની ભાત માફક નથી આવતી .


માંડીએ દિલની વાત  જરા પોતાના સમજી  ,

ને તરત થતી  ઉતાવળ  માફક નથી આવતી .


આનંદ તો ત્યારે થાય કે જ્યારે સાંભળો દિલની વ્યથા દિલથી ,

બાકી અમસ્તા જ કરવામાં આવતી ઔપચારિકતા માફક નથી આવતી .


આવે ભલે જિંદગીમાં તમારા મિત્રો નવા અનેક ,

પણ જૂના ને હાંસિયામાં ધકેલવા ની વાત માફક નથી આવતી .


કાંટાઓ ને છે પોતાની અલગ ઓળખ ,

થતી માત્ર ફૂલની વાહવાહ માફક નથી આવતી .


દીક્ષા પંડ્યા જલ્પેશ પટેલ , ડાકોર




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ