વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારો વહાલો કાન

જેના મુરલીના સૂરે કરી રાધાને દીવાની ,

એવો મારો વ્હાલો શ્રીકૃષ્ણ મુરારિ .


અષ્ટ પટરાણીઓ અને મીરાં છે જેની દીવાની ,

વિષ પીનારો , માખણચોર કાનો છે મુરારિ .


પાલનહાર , મોરમુકુટધારી , અલંકારમંડિત ,

જશોદાનો વ્હાલો નટખટ નંદકુંવર મુરારિ .


મારા સૂક્ષ્મમનને પ્રભુભક્તિમાં લીન કરે ,

સુદર્શનચક્ર ધારી ,ગિરિધર મુરારિ .


વૃંદાવનમાં ઐતિહાસિક રાસલીલા રચાવે ,

ગોપીઓનો વ્હાલો , દ્વારિકાનો નાથ મુરારિ .


છે જરા શ્યામ , પણ લાગે રૂપનો અંબાર ,

પાંડવોનો પથદર્શક , બલભદ્રનો વીરો મુરારિ .


પૂતનાનાં પ્રાણ હણી , બકાસુર - આઘાસુરનો વધ કરી ,

કુકર્મોને હણનારો , શ્રી યોગેશ્વર નાથ મુરારિ .


નરસૈંયાનો સ્વામી ને સુદામાનો પરમમિત્ર ,

દ્રોપદીના ચીર પુરનારો , શ્રી હરિ ગોવિંદ મુરારિ .


અખિલ સૃષ્ટિ પર કૃપા વરસાવનારો ,

એ તો મારો વ્હાલો કૃપાનિધાન શ્રી મુરારિ .


                                     - કૃપા દીપક સોની   

                                       ( માંડવી - ક્ચ્છ )





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ