વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જગત જનની



મંગલ  મંગલ   આવી નવલી  નવરાત્રી, ભક્તિ  થી પ્રસન્ન મા,

દર્શન થી તરસી આંખો , દર્શન આપવા આવો જગત જનની મા.


શ્રધ્ધાના  દીપક  પ્રગટાવી , ભક્તિથી  પૂરો  વિશ્વાસ  તમારો મા,

હાથ પકડી તરાવો જીવનનૈયા,દર્શન આપવા આવો જગત જનની મા.


મનમાં રાખી કરૂણા મારા પર દયાનો વરસાદ વરસાવી ને મા,

સિંહ પર કરીને સવારી, દર્શન આપવા આવો જગત જનની મા.


પરિવારની  ભૂલોને  માફ  કરી, ખુશીઓથી  આંગન  ભરીને  મા,

કરો ઉપકાર હવે ચરણે તમારે, દર્શન આપવા આવો જગત જનની મા.


સુખોથી ઉજાળી જીવનને, દુઃખોના અંધકારને દૂર કરીને મા,

કરવા હવે અમારું કલ્યાણ, દર્શન આપવા આવો જગત જનની મા.


તમે દયાના સાગર છો, મહિમા તમારી અપરંપાર ધરીને મા,

સાષ્ટાંગ દંડવત પ્રણામ મા, દર્શન આપવા આવો જગત જનની મા.


મમતાની  મૂરત  છો  મા , તેજોમય પ્રકાશથી ભરી સૂરત મા,

પડી છે હવે ઘણી જરૂરત મા,  દર્શન આપવા આવો જગત જનની મા.


તમારી શક્તિથી સંસાર ચાલે, કુળને તમારા શરણમાં રાખીને મા,

શક્તિથી તમારી આ જગત ચાલે, દર્શન આપવા આવો જગત જનની મા.


કહે આકાશ ને પાતાળ , તમે નહીં તો કંઈ જ નહીં મા,

ભક્તો ઘણા બોલાવે તુજ ને મા, દર્શન આપવા આવો જગત જનની મા.


નજર  જેના  પર  તમારી  પડે, જાગી  જાય  ભાગ્ય  એનાં  મા,

આશ ધરીને હું પણ ઊભી મા, દર્શન આપવા આવો જગત જનની મા.


નિષ્ઠા ભાવથી જ્યોત જલાવી,તારી પ્રતિમા ઉપર પુષ્પ ચઢાવીને મા,

રોમ રોમ પુકારે તુજને મા , દર્શન આપવા આવો જગત જનની મા.


મુખે  સરોજ  હાસ્ય જોઈ,  ભક્ત  તારા  કહે  છે  મા,

મનથી વિનંતી કરે છે મા, દર્શન આપવા આવો જગત જનની મા.


અંબા મા હે અંબિકા, આપવા આવો ઉત્તમ ધન રાશી મા,

તમારા દર્શનની અભિલાષી, દર્શન આપવા આવો જગત જનની મા.


ધરી  સુખ  સંજીવની , દુઃખ  મારા  હરોને  સઘળાં જ  મા,

સપના મારાં પૂરાં કરવા મા, દર્શન આપવા આવો જગત જનની મા.


હાથમાં  રાખી  અમૃત ગંગા મા, કરુણા  સુધા  પીવડાવો મા,

મનની તરસ મીટાવો  મા, દર્શન આપવા આવો જગત જનની મા.


અંબા  ઉમા  ભુવનેશ્વરી, કરોને  સિદ્ધ  મારી  ભક્તિ  મા,

શિવ શંકરની અર્ધાંગિની, દર્શન આપવા આવો જગત જનની મા.


મને  વિશ્વાસ  તારા  ઉપર  મા, ઈચ્છા  પૂરી  કરો આજે  મા,

ચરણે રાખો મારી લાજ મા, દર્શન આપવા આવો જગત જનની મા.


શક્તિની દેવી દયા ધરીને મા, ભાગ્ય મારા જગાવીને  મા,

કરકમળો માં આયુધ ધરીને મા, દર્શન આપવા આવો જગત જનની મા.


જીવન સુખ રત્નોથી ભરીને મા, સિંહ પર સવારી કરીને મા,

ફળદાયી મને નવરાત્રીમાં, દર્શન આપવા આવો જગત જનની મા.


કરૂણા ભરી મિતભાષી અંબામા, આંખોમાં દયાનો અમૃત ભરીને મા,

શિવ શંકરને સંગે લઈને મા, દર્શન આપવા આવો જગત જનની માં.


ફૂલોથી  મંદિર  સજાવીને  મા, ધૂપ  દીપ  જલાવીને  મા,

ગાતી સદાય તારી મહિમા મા, દર્શન આપવા આવો જગત જનની મા.


નિત્ય  ચાલીસા  પાઠ  મા, સત્કાર  મનથી  હરપળ  મા,

આશા રાખી ઉભી હું મા, દર્શન આપવા આવો જગત જનની મા.


નવરાત્રી નવ રાત્રિ ન્યારી મા, પ્રતીક્ષા કરતી હું તારી મા,

સિંહ પર  કરીને સવારી મા, દર્શન આપવા આવો જગત જનની મા.


ચિંતા મનની દૂર કરી મા, ખુશીથી ઝોલી ભરીને મા,

માટી ચંદન કરીને મા, દર્શન આપવા આવો જગત જનની મા.


નવરાત્રિનો તહેવાર છે મા, વાટ જોઈ રહી તારી મા,

બાળક કરે પુકાર મા, દર્શન આપવા આવો જગત જનની મા.


આયુધ કરમાં ધરીને મા, કલ્યાણ મારું કરીને મા,

કૈલાશ પર્વતથી ઉતરીને મા, દર્શન આપવા આવો જગત જનની મા.


દયા બુંદ વરસાવી મા, પ્રકટાવી અગમજ્યોતિ મા,

અનુગ્રહ મોતી લઈને મા, દર્શન આપવા આવો જગત જનની મા.


સ્વપ્ન પૂર્ણ કરવા મારું મા, ઉદ્ધાર કરવા આજે મા,

કરીને મુજ પર ઉપકાર મા, દર્શન આપવા આવો જગત જનની મા.


ધરી અષ્ટભૂજા સ્વરૂપ મા, પ્રગટાવી હ્રદયે દીપ મા,

કરુણાનો કરી વરસાદ મા, દર્શન આપવા આવો  જગત જનની મા.


ભંડાર ભરેલા તારા મા, ગુણ ગાય સંસાર મા,

ખેલ તારા અપરંપાર મા,દર્શન આપવા આવો જગત જનની મા.


ધરતી ગગન પાતાળ મા, ત્રિકાળ પર હુકમ છે મા,

તરસ ધરો મારા હાલ પર, દર્શન આપવા આવો જગત જનની મા.


દયાની ખાણ છો મા,પાલક મા જગની છો મા,

કલ્યાણ મારુ કરી મા, દર્શન આપવા આવો જગત જનની મા.


સૃષ્ટિના તમે આધાર મા, જગત શક્તિ તમે જ મા,

સુધારો દુનિયા મારી મા, દર્શન આપવા આવો જગત જનની મા.


પ્રિયા નીલકંઠ ધારીની મા, પાલક મૈયા દુનિયાની મા,

અરજ સાંભળો મારી મા, દર્શન આપવા આવો જગત જનની મા.


તરસ્યાં મનને તૃપ્ત મા, આપી અનુપમ સુખ મા,

ફળ શ્રદ્ધા નું આપો મા, દર્શન આપવા આવો જગત જનની મા.


નામ તારું જગમાં મા, આપી ચરણરજ મને મા,

કૈલાશધામ થી આવીને મા, દર્શન આપવા આવો જગતજનની મા.


ધૂપ  દીપ  જલાવી  મા, મનમાં  ધ્યાન  લગાવી  મા,

ધરી શ્રદ્ધા હ્રદયે મા, દર્શન આપવા આવો જગતજનની મા.


નવરાત્રિનો શુભ પર્વ મા, ધ્યાન મારું તુજ પર મા,

તુજ કરુણા પર વિશ્વાસ મા, દર્શન આપવા આવો જગત જનની મા.


કણ કણ શુદ્ધ કરી મા, સમૃદ્ધિ રંગ ભરીને મા,

મનોકામના સિદ્ધ કરી મા, દર્શન આપવા આવો જગત જનની મા.


દારિદ્ર્ય સઘળું હરીને મા, ભંડાર ખાલી ભરીને મા,

દયા નો વરસાદ કરીને મા, દર્શન આપવા આવો જગત જનની મા.


વ્રત નવરાત્રિનું આ મા, આનંદ ભક્તિરસ ભરીને મા,

ચમકાવી ભાગ્ય મારું મા, દર્શન આપવા આવો જગત જનની મા.


ધરી અષ્ટભૂજાઓ મા, સદાય આપી ખુશીઓ મા,

કરીને રક્ષા મારી મા, દર્શન આપવા આવો જગતજનની મા.


ભરપૂર ભરી જગમાં સુખ મા, બાળક તારા પોતાના મા,

દુઃખથી પીડાઈ રહ્યા મા, દર્શન આપવા આવો જગત જનની મા.


ભાવ મારો જાણો તમે મા,  રાખો દ્રષ્ટિ મુજ પર મા,

મોડું ના હવે કરો મા, દર્શન આપવા આવો જગત જનની મા.


ખોટું સાચું જાણો છો મા, કરું નમન નતમસ્તક મા,

માનો ભક્તનું કહ્યું મા, દર્શન આપવા આવો જગત જનની મા.


આપ્યાં ઘણાં વરદાન મા, નિર્ધનને ધનવાન મા

સામુ મારું હવે જુઓ મા, દર્શન આપવા આવો જગતજનની મા.


સુધારો બાજી બગડેલી મા, દિવસ મારા બદલીને મા,

તકદીર સુતેલી જગાવીને મા, દર્શન આપવા આવો અને જગત જનની મા.


મમતા ભરી નસનસમાં મા, આપો સુખ મરજી ધરી મા,

સર પર હાથ કરુણાભરી મા, દર્શન આપવા આવો જગતજનની મા.


જીવનરથ આ મારો મા, હલે નહીં દયા વિના મા,

ઉગારી લો મારી પણ નૈયા, દર્શન આપવા આવો જગત જનની મા.


જાણું તારું અસ્તિત્વ મા, ભૂલું નહીં ક્યારેય મા,

ગાઉં તારી મહિમા મા, દર્શન આપવા આવો જગતજનની મા.


જગની પાલનહારી મા, ત્રણે લોકમાં ન્યારી મા,

વરદાની બડી પ્યારી મા, દર્શન આપવા આવો જગતજનની મા.


ધોવું ચરણ તારા મા, ફુલ શ્રદ્ધાના ચઢાવું મા,

નત મસ્તક તારા ચરણે મા, દર્શન આપવા આવો જગત જનની મા.


જ્ઞાન રસ પીવડાવીને મા, કષ્ટ મારાં મિટાવીને મા.

રાખો ભક્ત ચરણે મા, દર્શન આપવા આવો જગતજનની મા.


ચિંતા બધી હરી લીધી મા, ઈચ્છા બધી પૂરી કીધી મા,

આવી ગળે લગાવીને મા, દર્શન આપવા આવો જગતજનની મા.


મૂરખ છું ચાહે મંદમતિ, પૂજા  આચમન  ના  જાણું  ભગવતી  મા,

તમારા વગર હવે કેમ થશે ગતિ, દર્શન આપવા આવો જગત જનની મા.



દિપ્તીબેન પટેલ.

વડોદરા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ