વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

''કોરોના''

''કોરોના''


ઇતિહાસના પાને એક કાળો કાળ રચાશે,

કાળા અક્ષરે ''કોરોના''ની વસમી આ જંજાળ લખાશે.

દિલ-દીમાગથી સજ્જ થઈ, નહીં કરો જો સામનો,

પારકું હોય કે પોતાનું દરેક જીવની ફક્ત યાદ મુકાશે.

નાથવો જ છે એ રાક્ષસને, પણ કેમ હિંમત હારે તું,

અભણ રહે ઘરમાં, ભણ્યાંને ફરતાં ભાળે તું.

સમજાય છે એક દર્દ અસહ્ય, જેમાં તું ધીમે ધીમે ખૂંપાય છે,

નરી આંખે બાળ તારા પોતાની જ મુર્ખાઇએ ચૂંથાય છે.

લાચાર છે આ આંખો મારી, શાને આ દૃશ્ય રચાય છે,

હસતા-બોલતાં હોઠે મારા શાને આ ચુપ્પી સધાય છે.

ભૂલ હોય એકની ને જોડે 100 ને લેતા જાય છે,

સભ્ય આ સમાજમાં મગજ નેવે મુકાય છે.

જીવતાના સો સંસાર, મડદાંનો ભાવ કયાં પુછાય છે ?

તોય લોકડાઉનની અસર લોકોને ક્યાં વર્તાય છે ?

હશે શું મજબૂરી, કે છપ્પનની છાતી પણ ચિરાય છે !

''આપણે શું ?'' ના વાહિયાત વિચારે ક્રિકેટ-સટ્ટા રમાય છે.

પોતીકું એક આપણું જો મુકશે એનો શ્વાસ,

મોડા-મોડા સમજાશે જ્યારે નહીં બચે કોઈ આશ.

એકજૂથ થવાનો હવે આપણો વારો છે,Nidhi

સામ, દામ, દંડ, ભેદથી પણ આગળ આપણો નારો છે.

હથિયાર વગરના આ યુદ્ધમાં જીતવાનો હજુ અવસર છે,

ઘરમાં જ રહીને બનો સિપાહી પ્રયોગ આ બહુ નવતર છે.

પોલીસ હોય કે ડોક્ટર, આજે ભગવાન સમાંતર પૂજાય છે,

કરી ના શકો જો જાતનું જતન, ત્યારે આ દેશ દુભાય છે.

હાથ જોડી વિનવું આપને, સાથ-સહકાર જો હોય સંગાથ,

કોરોનાના બાપને પણ ભગાડશું એવો રાખીએ વિશ્વાસ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ