વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માણસ

કુદરતની ભાષા, ક્યાં સમજે છે માણસ ?

"કોરોનાનાં કહેર"થી, ક્યાં ડરે છે માણસ ?


ઘરમાં રહેવા માટે, સમજાવે છે સરકાર ;

છત્તાં હજુ, ક્યાં માને છે માણસ ?


કોરોનાએ, કેટલાંયને લીધાં ભરડામાં ;

છત્તાં અવળ-ચંડાઈ, ક્યાં છોડે છે માણસ ?


પોતાના પરિવારની, સલામતી સૌ ઈચ્છે ;

છત્તાં નિયમોનું પાલન, ક્યાં કરે છે માણસ ?


સૌને ભલે, વહાલો હોય પોતાનો જીવ ;

છત્તાં ઘરમાં, ક્યાં બેસી રહે છે માણસ ?


પામવો છે, સૌએ વિજય કોરોના પર ;

છત્તાં સાવચેતી, ક્યાં રાખે છે માણસ ?


પ્રીતિ શાહ ("અમી-પ્રીત")




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ