વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ત્યારે ખબર પડી

"કોરોના"એ એક જગ્યાએ રહેવા;

"મજબૂર" કર્યાં ત્યારે ખબર પડી.


કેટલાં "પ્રેમ"થી ભરપૂર પરિવાર;

"ઘરે" રહ્યાં ત્યારે ખબર પડી.


"લાગણી"થી ચણેલી દિવાલો;

"અનુભવી" ત્યારે ખબર પડી.


ઘરનો એકેક ખૂણો "ઉષ્માપૂર્ણ";

"હૂંફ" પામ્યા ત્યારે ખબર પડી.


"મનની" શાંતિ બહાર શોધતાં રહ્યાં;

"એકાંત" મળ્યું ત્યારે ખબર પડી.


આખી "જિંદગી" ભાગતાં જ રહ્યાં;

પલાઠીવાળી બેઠાં ત્યારે ખબર પડી.


મારા "અંતર"માં જ સદા વસે ઈશ;

મંદિર બંધ થયાં ત્યારે ખબર પડી.


પ્રીતિ શાહ ("અમી-પ્રીત")















ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ