વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

2.રીતિની શોધખોળ

           રાત્રે લગભગ અગ્યાર વાગ્યા હશે અને  આખો શેલ જાણે વર્ષોથી  સુન સાન પડ્યો હોઈ એવી રીતે કોઈ ભૂતના ઘર જેવી પ્રતીતિ આપતો હતો. વિશાલ, આકાશ અને અલય ત્રણેય મુખ્ય કક્ષમાં આવ્યા અને એક બીજાના મોં તાકતા રહ્યા. કોઈ કશું બોલી શક્યું નહિ. ત્રણેય અવાક હતા. ઘરેથી એકલા તો  નીકળ્યા પણ આ રીતે રીતિ અને ગરિમાનો પત્તો ના લાગવાથી ત્રણેયને પોલીસ કેસમાં સપડાઈ જવાનો ડર લાગ્યો.


                કાળી ડિબાંગ રાત્રી, વીજળી આવ - જા કરતી હતી, અજાણ્યું શહેર, શહેરથી દૂર શેલ, ઝરમર ઝરમર ફરકતો વરસાદ, ઘરે જૂઠું બોલ્યાનો ડર, રાતનો ડર,રીતિ અને ગરિમા ખોવાયાનો ડર, કદાચ  જીવનમાં આવી રાત્રીનો અનુભવ ત્રણ માંથી કોઈને ક્યારેય નહતો.


              ત્રણેય ઘરની બહાર નીકળ્યા. મનમાં ઘણી શંકાઓ અને મૂંઝવણો હતી. થોડાક ડાગલા ચાલ્યા ત્યાં સામેથી કોઈ આવતું દેખાયું. ત્રણેયના પગ ખુશીથી ઝડપી  ચાલવા મંડ્યા. આંખોમાં ચમક આવી કે હવે કદાચ મદદ મળશે. પણ જેવા નજદીક ગયા એમ,  ત્રણેયને કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિ થઇ .પેલા  વૃદ્ધ માણસના  તૂટી ગયેલા દાંત જેમાં ફાકીનો  કલર લાગ્યો હોઈ એવુ લાગતું હતું , ધોળા સફેદ વાળ  સફેદ ઝભ્ભો,  લંગડો પગ અને કાળો ચેહરો  રાત્રીને બિહામણો બનાવતા હતા.  ત્રણેયને પેલો માણસ  કોઈ હોરર સિનેમાનું  ભૂત લાગ્યું. કોઈ એ કંઈ  જ બોલાવની હિમ્મત ન કરી.પેલો માણસ મલયાલમમાં કંઈ જોરથી બોલ્યો અને ત્રણેય શેલ તરફ ઝડપથી પગ માંડ્યા.


         શેલમાં પોહચીને હેબતાઈ ગયેલા ત્રણેય મિત્રો સોફા પર બેઠા. એટલામાં ઓરડાની જતી રહી . વીજળીના ગડગડાટ એ આવનારા કપરા સમયની જાણે ચેતવણી આપતો હતો.અલયનું મોં ડરથી સુકાતું હતું.


                  "આપણે રીતિ અને ગરિમા વિશે કેરાલાની પોલીસને જાણ કરવી જોઈએ "

અલયએ ચિંતાતુર થઇ ને કહ્યું.


                " પાગલ છે શું? પોલીસ આપણા પર જ શક કરશે. આપણે પહેલા ફસાઈ જઇશુ "

આકાશ દ્રઢ સ્વરએ બોલ્યો.


              "પણ રીતિનું શુ?  ક્યાંક એને કંઈ થઇ જશે તો "

અલય બોલ્યો.


                 વિશાલ ચૂપ ચાપ વાતો સાંભળી રહ્યો હતો. કોઈ તત્ત્વ  ચિંતકની જેમ ગંભીર  વિચારી રહ્યો હતો.


                  અલય ઉતાવળો થઇને સોફા તરફ ગયો જ્યાં રીતિનું પર્સ રાખ્યું હતું. રીતિના પર્સમાં રીતિનો ફોન હતો. અલયનો ઈરાદો પોલીસને જાણ કરવાનો હતો.

  

"bl****s**** મેન "


           આકાશ જોરથી બબડયો.સોફા પરથી ઉભો થઇને પાછળના દરવાજેથી બહાર ગયો. ગુસ્સાથી લાલચોળ આકાશે સિગરેટ કાઢી.એક પાર્ક કરેલી જૂની કાટ ખાઈ ગયેલી ગાડી પાસે ટેકો લેવા ઉભો રહ્યો. લઈટર ચાલુ કર્યું અને સીગરેટ જલાવી. સિગરેટના ધુમાડામાંથી ગાડીની અંદર જોયું. પાર્ક કરેલી ગાડી નો થોડો કાચ ખુલ્લો હતો. અંદર જોયું તો રીતિ અને ગરિમા હતા. બન્નેના ચહેરા ફિક્કા અને આંખો બંધ હતી. એકબીજા પર ઢળેલી હતી. વાળ વિખરાયેલા હતા. આકાશે તુરંત જ ગાડી પર થી ટેકો લઇ લીધો.  બન્નેને ખોવાયાને લગભગ આઠેક કલાક થયાં હશે અને અત્યારે લગભગ  મધ્ય રાત્રીના 3 વાગ્યા હતા. આકાશે શેલમાં જઈ ને અલય અને વિશાલ બોલાવ્યા.


       સુનસન મધ્ય રાત અને આ રીતે મળેલી રીતિ અને ગરિમા. કોઈ પણ તેણીઓને અડવા  નહતુ માંગતું. તેઓ મૃત છે કે બેભાન એ જ સવાલ હતો. એવુ લાગતું હતું કે ત્રણેયની મર્દાનગી  ખતમ થઇ ગઈ  અને કોણ પહેલા અડશે તેના માટે એકબીજાના ચહેરા તાકવા લાગ્યા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ