વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇન્તજાર..✍️,,

इंतेजार क्या है ?


ભર ઉનાળે તડકે જળ માટે તરસતી એ અવનિને પૂછો,

સૂર્યના આગમન બાદ પળ પળ તડપડી એ ચાંદનીને પુછો,


વાયુ વેગે મિલન કાજે ઘસી આવતા એ ઝરણાને પૂછો,

બીજ માંથી બહાર આવવા વ્યાકુળ એ તરણાને પૂછો,


ચોમાસે માળામાં એકલા જ પલળેલા એ પક્ષીઓને પૂછો,

અંધત્વ પામેલાના રંગ શોધવા મથતા એ ચક્ષુઓને પૂછો,


લીલુડા ઘાસ ચરવા ગયેલ ગાયના એ વાછરડાને પૂછો,

પાનખરમાં પર્ણથી વિખૂટા પડેલા એ વનવગડાને પૂછો,


સ્વ પ્રિયતમનો સ્પર્શ ઝંખતા ગાલો પરના એ તિલને પૂછો,

આ સઘળું લખતા કોઈની યાદમાં તડપતા મુજ દિલને પૂછો.


इंतेजार क्या है ?


..✍️,, પ્રશાંત વાઘણી ( પ્રવાઘ )

સુરત..😊🙏🏻

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ