વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માવતર તે માવતર

એક ગામમાં મજુરી કરીને જીવન ગુજારતા પતી અને પત્ની આનંદથી જીવન ગુજારતાં હતાં.ગામમાં એક નાનું મકાન, એક રૂમ અને ખુલ્લી ઓસરી, સાઇડમાં થોડી દીવાલ જે તેનું રસોડું,લગ્નના બે ત્રણ વર્ષ બાદ ભગવાનના આશીર્વાથી એક પુત્રરત્નનો જન્મ થયો.દીકરો થોડો મોટો થયો એટલે મજુરી કરવા જાય ત્યાં સાથે લેતાં જાય.એમ છોકરો પાંચ વર્ષનો થયો ત્યારે બંનેએ નીર્ણય કર્યો કે આપણે તો મજુરી કરી જીંદગી ગુજારી લીધી પણ દીકરાને ભણાવશું, ગામમાં દસ સુધી શીક્ષણ વ્યવસ્થા હતી ત્યાં સુધી ભણાવી બાજુના શહેરમાં અગીયાર,બાર અને કોલેજ કરી. દીકરો ભણવામાં હોંશીયાર હતો તેથી એક સારી તેના ગામથી નોકરી મળી ગઇ.

   બે ત્રણ વર્ષ પછી શહેરમાં તેની જ્ઞાતીના નોકરી કરતા એક ભાઇની દીકરી કે તે પણ તેજ શહેરમાં નોકરી કરતી હતી, તેની સાથે સગાઇ અને લગ્ન નક્કી થયાં.લગ્ન પહેલાં તે છોકરી અને તેના માબાપે શરત રાખી કે, અમારી દીકરી ક્યારેય ગામડામાં રહેવા નહીં આવે કે તારાં માબાપને તારી સાથે શહેરમાં રાખવાં નહીં.દીકરો સુખી થાય તે માટે તેનાં માબાપ મંજુર થયાં.

    પરંતુ આ સમયમાં શહેરમાં રહેવાય તેમ નથી તો વહુ દીકરો અને તેના સાત વર્ષના દીકરો ગામમાં આવ્યા ત્યારે માબાપે આવકારો આપી રૂમને બદલે પોતાના ખાટલા ઓસરીમાં લઇ લીધા.

    આજે બંને ઓસરીમાં સુવે છે.

" એટલે જ કહેવાય, છોકરું કછોરું થાય માવતર કમાવતરના થાય "

******Zkv

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ