વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના સે ઈતના ડરોના

આ એક લેખ આપણા માટે લખ્યો છે ગમે તો કોમેન્ટ જરૂર કરશો આપના નામ સાથે

 

"કોરોના સે ઇતના ભી ક્યા ડરના? "

મિત્રો આજકાલના ન્યૂઝમાં, whatsapp પર ,ચર્ચામાં બધે જ ફક્ત કોરોના છે કોઈએ કદી કલ્પનામાં પણ વિચાર્યું નહોતું કે આવી રીતે એક વાયરસ આવશે અને બધે lockdown થઇ જશે બધા ઘરો માં કેદ થઇ જશે કહેવાય છે ને કુદરત ને ત્યાં દેર હોય અંધેર ના હોય કાળા માથાનો માનવી પોતાને બહુ જ સ્માર્ટ  સમજતો હતો વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં બધાને સુવિધાઓ સાથે કેવી રીતે જીવવાની આદત પડી ગઈ હતી કે પોતાના કુટુંબ માટે પોતાના માટે પોતાની સંસ્કૃતિ માટે સમય જ ક્યાં હતો આપણે તો નોકરી-ધંધામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા એક રવિવાર પણ કુટુંબ સાથે માનવાનું વિચારીએ તો કેટલાય કામ યાદ આવી જાય ક્યાંક તો રવિવારે બેસણામાં જવાનું હોય કોઈ સામાજિક પ્રસંગ હોય કે શોપિંગ માં જવાનું હોય કે અન્ય કોઈ કામ હોય કુટુંબ કે મિત્રો માટે સમય જ નહોતો આપણી સંસ્કૃતિ ધરોહર સમાન છે તેને પણ આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને વીસરી જવા લાગ્યા હતા પણ કુદરતે આવેલી આફત ના રૂપમાં આપણને બધું જ યાદ કરાવી દીધું કુટુંબને આપવા માટે સમય મળી ગયો, સંસ્કૃતિને યાદ કરવાનું બહાનું મળી ગયું સારું જ છે આ બધું!

            મિત્રો પણ હું તમને એક વાત કહેવા માગું છું દરેક વાતને પોઝિટિવ લેવી જોઈએ આપણી આસપાસ ભલે કોરોનાવાયરસ ની ખતરનાક અને નેગેટિવ વાતો આપણને દરરોજ, મિનિટે, સેકન્ડે મળતી હોય તો પોઝિટિવિટી રાખીને આપણે alert રહીને  આ એક મોટા પડકાર સામે, ચેલેન્જ સામે, રાષ્ટ્રીય સંકટ સામે ઘરમાં રહો સ્વસ્થ રહો stay home keep safe એ મંત્રને ખૂબ જ સમજી-વિચારીને રાષ્ટ્ર નું હિત આપણું હિત  નો વિચાર કરવો જોઈએ અત્યારે આપણે એકલા નથી આપણે સમગ્ર રાષ્ટ્રહિત માં જોડાવાનું છે જેવો આપણા માટે સડક પર ઉતરી ને પોતાની જાન જોખમમાં મૂકીને આપણી સલામતી ઈચ્છી રહ્યા છે એવા પોલીસ તંત્રને સાથ આપવાની જરૂર છે અન્ય દેશો ની હાલત જોઈને હાસ્યાસ્પદ કોમેન્ટ જોક્સ ફોરવર્ડ કરવાને બદલે આપણે થોડીક ગંભીરતા થી વિચારવાનું છે કે આપણે શું કરી શકીએ ? પોઝિટિવ વિચારી એ એમાં પૈસા ખર્ચવાની જરૂર નથી પડવાની ઓલ ઈઝ વેલ, ઓલ ઈઝ વેલ એવી શુભકામના મનમાં રાખીએ સૌ સારા વાના થશે આપણી માનસિક સ્થિતિ ઘરમાં રહીને ન બગડે વધારે ચિંતા તનાવ કે ડિપ્રેશન ની સ્થિતિ નિર્માણ ન થાય માનસિક સંતુલન જળવાઈ રહે એવું વાતાવરણ પરિવારમાં નિર્માણ કરવાની જરૂર છે કારણકે બહારના virus પહેલા જો તમારી માનસિક સ્થિતિ બગડશે તો કુટુંબને અને દેશને સૌથી મોટુ નુકસાન થશે એટલે શાંત રહો સ્વસ્થ રહો બિનજરૂરી સંગ્રહ ન કરશો બીજા માટે પણ વસ્તુઓ ઉપલબ્ધ હશે એ વિચારવાની જરૂર છે સ્થિતિ ધીરે ધીરે કાબુમાં આવશે ત્યાર સુધી ખુબજ ધીરજની આવશ્યકતા છે માટે ગભરાશો નહીં ,ખોટી અફવાઓ ફેલાવશો નહીં ,ગમે તેવી દવાઓ લેશો નહીં બીમારીના ગંભીર લક્ષણો દેખાય તો તરત જ હોસ્પિટલનો સંપર્ક કરશો જરૂરી સાવચેતી રાખશો

એક વાત જરૂર સમજવાની છે કુદરત આપણા કરતાં ખૂબ જ શક્તિશાળી છે, તો આ સમય પણ શાંતિથી પસાર થઇ જશે  ઓલ ધ બેસ્ટ

દિપાંજલી

દીપાબેન આર શિમ્પી

જય ગુજરાત, જય ભારત

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ