વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બનવું મારે..

ખારા સાગરના ઉછાળા મારતા મોજા નથી બનવું મારે..

મીઠા ઝરણાંના ખળખળ વહેતા નીર બનવું છે મારે..


રસ્તે ઠોકરો વાગતાં પત્થરો નથી બનવું મારે..

કોઈના ઘરની ભીંતનો મજબૂત પાયો બનવું છે મારે..


શિકારી બાજ પક્ષી બની ઊંચે ગગનમાં ઉડવું નથી મારે..

શાંતિપ્રિય કબૂતર બની ધરતી પર જ માળા ગૂંથવા છે મારે..


તોફાની પવન બની વિનાશ નોતરવો નથી મારે..

શીતળ વાયરો બની ટાઢક આપવી છે સૌને મારે..


અંધકાર બની વિચારોની નકારત્મકતા નથી બનવું મારે..

રોશની બની સદવિચારોની પહેલ કરવી છે મારે..


અસત્ય વાણી બોલી ધન કમાવવું નથી મારે..

સતવચનો બોલી મફતમાં વેચાઈ જવું છે મારે..


મોટા બની મોટાઈ માં મરવું નથી મારે..

નાના જ રહી નાદાનીમાં જીવી જવું છે મારે..


આસ્તિક બની અંધશ્રધ્ધાળુ નથી બનવું મારે..

નાસ્તિક જ રહી ખુદમાંજ પરમાત્માને પામવા છે મારે..


સ્ત્રી છું સ્ત્રી જ બની રેહવું છે અનેક જીવને જન્મ આપવા છે મારે..

પુરુષ સમોવડી બની ખુદ ને નીચી આંકવી નથી મારે..


શેતાન બની આ પૃથ્વીને નરક નથી બનાવવી મારે..

માણસ છું માણસ રહી પૃથ્વીને જ સ્વર્ગ બનાવવું છે મારે..


​- સીમરન જતીન પટેલ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ