વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કોરોના માસ્ક

તારું આ માસ્ક પણ કેટલું નસીબદાર થયું છે,

સીધું જ તારા હોઠ ને સ્પર્શીને નિરાકાર થયું છે...


કોરોના ના કારણે મળ્યું તારા માસ્કને સ્વર્ગ,

અમે જાણે પ્રતિબંધિત થયા અને હાહાકાર થયું છે...


કોરોનાને મળી હશે તારા કોમળ હોઠોની નમી,

એ જોઈને અમને પણ જાણે અભિમાન થયું છે...


માસ્કને તો છૂટ હતી તારા નમણા હોઠના સ્પર્શની,

પણ આ ગાલને અડકવાની પરવાનગીનું શુ થયું છે....


મન તો થાય છે મારુ, આ માસ્કને પણ એક ધુમ્બો,

પણ અડકવાથી કોરોના થાય એ વિચારથી મન રત્નાકાર થયું છે...


તારા બને હોઠ ભેગા મળે તો જાણે થાય છે ચમકારો,

મારા મતે આ કોરોનાની દવા નો આવિર્ભાવ પણ થયું છે...


પીયૂષકુમાર "પીયૂ"

તા.31.3.2020

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ