વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રોશની

વૈશ્વિક મહામારી કોરોના. જરાં કફ, ઉધરસ થાઈ કે એલેર્જીની છીંક આવે તો મનમાં ડર પેદા થાય . "COVID-19" કંઈક આવી જ રીતે લોકોમાં ઘર કરી ગયો છે. કોરોના કરતા કોરોનાનો ડર વધારે ભયાનક છે. આવા સમયમાં PM નું જનતા સાથે સતત સંપર્કમાં રેહવું જ સૌથી મહત્વની વાત છે.


       5 એપ્રિલની જાહેરાત પછી કેટલાય મેસેજ અને સ્ટેટ્સ ફરતા થયાં કે આની પાછળનું લોજિક શુ એમ. મને લાગ્યું એ હું લખું છું. વાયરસના કદ કે આકારમાં પડ્યા વગર એક ભાવાત્મક રીતે હું આ PM ની જનતાને કરવામાં આવેલી આપીલને સહર્ષ આવકાર આપું છું.

         

      સામાન્ય માણસના મનમાં lockdown ક્યારે પૂરું થશે, નોકરી ક્યારે શરુ થશે, પગાર મળશે કે નહિ,  ધંધો ચાલશે કે નહિ,  અનાજ કરિયાણું, ફળ ફલાદિ કેટલા લેવા, ક્યાંથી લેવા, એમાં કોરોના હશે તો..... વગેરે ચાલે છે.સ્થરાંતરિત ગરીબ વર્ગ માટે મકાન નું ભાડુ કાઢવું, રોજ રોજ નું કમાતા  મજૂર વર્ગ માટે અનાજ વગેરેની  મુશ્કેલીઓ સર્જાઈ  છે. Social distancing માત્ર ઉપાય હોવાથી અન્ય વિકલ્પ શક્ય નહિ. માણસના મનનો ડર,  એકલતા, ચિંતા, ડિપ્રેશન વગેરે નકારાત્મક ભાવનાઓના લીધે તદ્દન અલગતા  અનુભવી રહેલા માણસ માટે બાહર નીકળીને એકસાથે દીવા કરવાથી "અમે "ભાવના પ્રગટ થશે. દીપ પ્રકાશ નું પ્રતીક છે. હિન્દુ  સંસ્કૃતિમાં દીવાનું આગવું મહત્વ છે. 9 વાગ્યે 9 મિનિટ સુધી લોકો ઘી થી કે મીણબત્તીથી રોશની કરે તો સહકાર અને એક પ્રકારનું પ્રોત્સાહન (motivation )મળી રહે. હિન્દુ તથા ખ્રિસ્તીઓમાં દિવા તથા મીણબત્તીનું આગવું મહત્વ છે. અને ઘરમાં કંઈ જ ના હોઈ તો mobile flash લાઈટ તો હશે. સહિયારું અનુભવવા માટે આ પૂરતું છે.


        9 મિનિટ સુધી કોઈ જ વિદ્યુત ઊર્જા નહિ અને શુદ્ધ ઘીના  દીવા નો પ્રકાશ.  દક્ષિણ ભારતના અમુક મંદિરોમાં માત્ર દીવા કરવામાં આવે છે અને લાઈટ બંધ કરવામાં આવે છે. મનુષ્ય પ્રકૃતિ તરફ જઈ રહ્યો છે. ન તો વાહનનું પ્રદુષણ ન તો વિદ્યુત ઊર્જા. પ્રકૃતિ તરફનું પ્રયાણ હંમેશા આશીર્વાદ રૂપ રહ્યું છે.

  

         હું 5 એપ્રિલે કોઈ પણ પ્રકારના સંકોચ વગર દીવા કરીશ અને તમે???

   

   -મેઘા પારેખ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ