વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એકતાની આરાધના

દીવડા પ્રગટાવશું,

રાતને અજવાળશું,

આરાધના એકતાની કરશું રે...

કોરોના કાયમી હટાવશું,

ગેલેરીમાં મળશું,

ફ્લેશલાઇટ  કરશું,

દાખલો દુનીયામાં બેસાડશું રે...

કોરોના કાયમી હટાવશું,

ફોનથી જણાવશું,

જનજનને જોડશું,

એકનાદ ૧૩૦કરોડ કરશું રે...

કોરોના કાયમી હટાવશું,

સુર શાસનનો સાંભળશું,

સુરમાં સાથ આપશું,

સુરક્ષાનો શંખનાદ કરશું રે...

કોરોના કાયમી હટાવશું,

*****Zkv

  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ