વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૂંઝવણ

મૂંઝવણ

​મનમાં મૂંઝવણ ભરી છે સામટી,

કોઈ ચહેરો હવે પરખાતો નથી.


વચનો તો ઘણા અપાય છે પ્રેમમાં,

અફસોસ એકેય સાચે નિભાવાતો નથી.


કાલે કહ્યું કે ‘દુનિયા છો તું મારી',

અને આજે કહે કે‘ કોણ છે તું ઓળખાતો નથી'.


કઠોરતાં કેટલી હશે તે હૃદયમાં,

કોઈનું જીવન બગાડી પણ શરમાતો નથી.


આ તે કેવો સમય આવ્યો ‘સચેત',

હવે તો પ્રેમનો કોઈ શમણો પણ સજાવાતો નથી.


​​- વિજય શિહોરા‘સચેત'



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ