વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

***** સુનું સુનું લાગે ****

******સુનું સુનું લાગે*****

સુનું સુનું લાગે મને,સુનું સુનું લાગે,

ભેંકાર લાગે આ,દુનીયાં ભેંકાર લાગે,

સુનું સુનું લાગે મને, સુનું સુનું લાગે,

ડીઝલને પેટ્રોલ પ્રાણ વીહીન લાગે,

વીલીન વાહનોની વણઝાર  લાગે,

સુનું સુનું લાગે મને,સુનું સુનું લાગે,

ગામ શહેર માનવ વિહીન લાગે,

આઝાદ પશુપક્ષીને,માનવ કેદમાં લાગે,

સુનું સુનું લાગે મને,સુનું સુનું લાગે,

ઘરનું ઘર હવે,કાલ કોટડી લાગે,

આડોશી પાડોશી પારકાં લાગે,

સુનું સુનું લાગે મને,સુનું સુનું લાગે,

પક્ષીઓને આભ આજે,પોતાનું લાગે,

પંખ વિહીન આકાશી અજાયબી લાગે,

સુનું સુનું લાગે મને,સુનું સુનું લાગે,

*****Zkv

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ