વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બુક રીવ્યુ: જેન્ટલી ફોલ્સ ધ બકુલા

લેખક: સુધા મૂર્તિ


ભાષા: અંગ્રેજી


પેજ: 169


પ્રકાર: નવલકથા ફિક્શન



શ્રીમતી અને શ્રીકાંત એક વર્ગમાં ભણતાં બે હરીફ વિદ્યાર્થી છે, જે એકબીજાનાં પડોશી છે છતાં બંન્નેના પરિવાર હંમેશા ઝઘડતા રહે છે. તેમ છતાં બન્ને સારા મિત્રો બની એકબીજાના પ્રેમમાં પડે છે. પછી તેમની દસ વર્ષની જીંદગીની વાર્તા છે.


વાર્તા બહુ જ સરળ છે. એક જ ગતિમાં આગળ વધ્યા કરે, કશું નવું ન લાગે અને બિલકુલ રસપ્રદ પણ નથી લાગતી. ઘણીવાર તો બહુ જ કંટાળો આવે. શરૂઆતની અડધી વાર્તા સૌથી વધારે કંટાળાજનક લાગે, પછી થોડી રસપ્રદ બને. 



બીજા ભાગમાં વાત શ્રીમતીની એકલતાની છે અને આ વાર્તા લગભગ દરેક સ્ત્રીના જીવનમાં એક સમય એવો આવે છે જે એને અંદરથી ખોખલો કરી નાખે છે. એની જિંદગી એક જ બીબાઢાળમાં બંધ થઈ જાય. તેના પરિવારની સેવા કરતા- કરતા એ પોતે ખોવાઈ જાય. લગભગ આ ઘટના મોટાભાગની ભારતીય સ્ત્રી સાથે બને છે. નથી એના કોઈ શોખ હોતા નથી, એની કોઈ ઈચ્છા બચી હોતી. એની પાસે નવું કશુંક કરવા માટે પણ નથી રહેતું, ક્યારેક સંજોગો એને કશું કરવા નથી દેતા. અને ક્યારેક જોયેલા સપના પુરા ના કર્યા એના વસવસામાં જીવવું પડે છે અને એની વેદના એને અંદરોઅંદર ખતમ કરી દે છે કદાચ આવા સંજોગોમાં સુધા મૂર્તિની ‘શ્રીમતી’ જીવી રહી હતી. છેલ્લે એણે જે કર્યું એ કદાચ કોઈ સ્ત્રી નથી કરી શકતી.



અને એક પુરુષ જે પોતાના ધંધા-વ્યવસાયમાં વ્યસ્ત હોય છે કે એમને એ પણ ખબર નથી કે એમનાં પરિવારમાં શુ બની રહ્યું  છે. જોતાં પણ નથી અને જાણવાનો પ્રયત્ન પણ કરતા નથી. જોકે બધા એવાં નથી હોતા છતાં શ્રીકાંત એવો છે. એની પાસે એક એવી પત્ની છે જે કદી એને ફરિયાદ નથી કરતી. કદાચ એટલે જ શ્રીકાંતને એની કિંમત નથી રહેતી. 



સ્પોઇલર એલર્ટ (જેણે વાર્તા નથી વાંચી એ ન વાંચે):


સુધા મૂર્તિ જે વાર આ નવલકથા દ્વારા કહેવા માંગી તે સમજાઈ તો ગઈ. છતાં પણ મને વાર્તા કાચી લાગી. સામાન્ય સ્ત્રીની પરિસ્થિતિ ઘણી અલગ હોય છે. પણ શ્રીમતીને Phd કરવું હોય છે. લગ્ન પછી તરત સંજોગોને લીધે ન કરી શકી. પણ એની પાસે ઘણા મોકા હતા. ત્યારે કેમ ન કર્યું એ ન સમજાયું. એની પાસે સમય પુષ્કળ હતો, પૈસાની ચિંતા નહતી, બાળક નહતા અને પતિ મોટા ભાગનો સમય બિઝનેસ માટે વિતાવે છે. એવું એક પણ કારણ નહતું કે એ ન કરી શકવા અસમર્થ રહી હોય, તો કેમ ના કર્યું? એ બાબતે વાર્તામાં કશો ખુલાસો નથી. અને મને એટલે જ વાર્તા સાવ ફિક્કી લાગી. 



મને વાર્તા બહુ પસંદ પડી નથી, છતાં અમુક ઉંમર પછી સ્ત્રી કેમ એકલતા અનુભવે છે તે સમજવા ચોક્કસ વાંચી શકાય. 



આ પુસ્તકનું ગુજરાતી અનુવાદ પણ થયેલું છે- ‘બોરસલ્લીની પાનખર’.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ