વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માંની મમતા

  શહેરના એક કારખાનામાં બપોરના જમવાના ટાઇમે ઓસરીમાં ખૂણામાં આજે અલગ બેસીએક કામદાર જમતો હતો, જન્માષ્ટમીનો તહેવાર પુરો થયો તેને બે ત્રણ દિવસ થયા હતા, બીજા કામદારોને નવાઈ લાગી કે આજે કેમ અલગ બેઠો છે, કોઈએ મજાક કરી કોઈ ખાસ વ્યક્તિ એ ખાસ આઇટમ મોકલી હશે તેમ કહી જોવા ગયા તો, થોડી સુકી ભાજી, રોટલી અને ગોળપાપડી હતી, બધાએ કહ્યું અરે મીઠાઈ છે તો અમને ના ખવડાવવી પડે એટલે, એક જણે લઇ મોમાં મુકી પણ એટલી કઠણ કે, પેલાએ કહ્યું કે અરે આ તો લોઢાના ચાગા ચાવવા જેવું છે.

  આ સાંભળી પેલાની આંખમાં આંસુ આવી ગયાં, બધાએ કહ્યું શું વાત છે?પેલાએ કહ્યું મારી મા ગામડામાં રહે છે, મને ગોળપાપડી બહુ ભાવે એટલે માએ મજુરીમાંથી થોડા પૈસા બચાવી જન્માષ્ટમીનો તહેવાર હોવાથી બનાવી ગામના એક ભાઇ સાથે મોકલી પણ પૈસાના અભાવે ધી ઓછું હશે એટલે કઠણ થઈ તમે મજાક ના કરો એટલે તમને ખવડાવવા માગતો ના હતો, આ સાંભળી બધાની આંખમાં આસુ આવી ગયાં, બધાએ તેમાંથી એક એક ટુકડો લઈ પ્રેમથી ખાધો અને સૌનું ખાવાનું હતું તેમાંથી એક એક બટકો તેને ખવડાવ્યો.

  બધાએ કહ્યું આજે અમને પણ અમારું ઘર પરીવાર, મા યાદ આવી અને કહ્યું કે આ ગોળપાપડીમાં મીઠાશ છે તે દુનીયાંની કોઈ મીઠાઇમાં નથી.

  " માં નો પ્રેમ તે માનો પ્રેમ તેની જોડે કોઈ પ્રેમના આવે"

******Zkv

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ