વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અનુષ્ઠાન

શીષૅક:- અનુષ્ઠાન

    ચૈત્રી નવરાત્રિ શરૂ થવાની હોવાથી ડોક્ટર શૈલજાના મમ્મી એને કહી રહ્યા હતાં કે "બેટા આખું વર્ષ તો તું બને ત્યાં સુધી હોસ્પિટલમાંથી રજા નથી લેતી,પણ કાલથી તારે નોરતાના ઉપવાસ અને અનુષ્ઠાન શરૂ થશે તો થોડા દિવસ રજા લે ને તો તું માતાજીની સેવા પૂજા આરામથી કરી શકે અને તને થોડો આરામ પણ મળે."

       શૈલજાને પણ લાગ્યું કે મમ્મી બરાબર કહી રહી છે એટલે હોસ્પિટલ જઇ પહેલું કામ રજાની અરજી આપવાનું કયૅુ અને એ ભાગ્યેજ​ રજા રાખતી હોવાથી તેની રજા મંજૂર થઇ ગઇ.

      પહેલાં જ નોરતે સવારે શૈલજા માતાજીની સેવા પૂજાની તૈયારી કરતી હતી ત્યાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે કોરોના જેવી મહામારીને કારણે સરકારી હોસ્પિટલમાંના દરેક કમૅચારીઓની રજા નામંજૂર કરવામાં આવેલ છે અને બધાએ તાત્કાલિક ફરજ પર હાજર થવાનું છે.આ સાંભળતા જ ડો.શૈલજા જેમ મા દુર્ગા અસુરોનો સંહાર કરવા નીકળ્યાંતા તેમ નીકળી પડી.

    નવ દિવસ સુધી રાત દિવસ તે કોરોનાના દદૅીઓની સારવાર કરતી રહી અને દસમા દિવસે તેણે કોરોના જેવા દૈત્યરૂપી રાક્ષસ સામે વિજય મેળવ્યો તેના દદૅીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા.

       ડો.શૈલજાએ આ વર્ષ નવરાત્રિમાં દૈત્ય જેવો રોગ જે દદૅીઓને થયો હતો તેની સારવાર કરી માતાજીના​ અનુષ્ઠાનનું પુણ્ય પ્રાપ્ત કર્યું.

  ✍🏻 મેઘલ ઉપાધ્યાય રાજકોટ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ