વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મને યાદ આવે વ્હાલી માં......

ઈશ્વરે સજૅલું અદ્ભુત , અવિસ્મરણીય સજૅન ,

ચેતના , સંવેદના ને લાગણીસભર આ દરિયો ,

બાગનું સુગંધિત પુષ્પ , ખળખળતું નિમૅળ ઝરણું ,

નિત ખુશ રહેતી , મને યાદ આવે વ્હાલી માં.....



મારી ઈચ્છાને જાણનારી, હરહંમેશ મારી પરમમિત્ર રહેતી,

મારી સાથે ઉજાગરાઓ કરતી, નાની ભૂખને હરી લેનારી,

મારામાં રહેલી ખૂબીને જાણનારી,કોમળ ને નાજૂક,

મારું પ્રેરકબળ , મને યાદ આવે વ્હાલી માં.....



શ્રેષ્ઠ દીકરી ને ઉત્તમ વહુ તરીકે ફરજ બજાવતી ,

મારા દુઃખમાં દુઃખી ને મારા સુખમાં સુખી થનારી,

મારી ઉદાસીનતાને જાણી,મને નિત્ય ખુશ રાખનારી,

વાત્સલ્યસભરમૂર્તિ , મને યાદ આવે વ્હાલી માં.....



કરુણામૂર્તિ ને દીઘૅદ્વષ્ટિરુપી  , મારા સૂક્ષ્મ મનને જાણનારી ,

અમૃત સમાન હસ્ત વડે મુજ પર "કૃપા" વરસાવતી ,

બગલાની સમાન શાંત ને પોપટની જેમ મીઠી વાણી પ્રયોજતી ,

મારું પૂર્ણસ્વરૂપ , મને યાદ આવે વ્હાલી માં.....



વૃક્ષ સમાન છાયો ને શીતળતા આપતી , પ્રેમમૂર્તિ ,

અજવાશનો પ્રકાશ પાથરતી , પિતાની જીવનસંગિની ,

હૂંફ , પ્રેમ , પ્રોત્સાહન પૂરું પાડતી , નિ:સ્વાથૅભાવી ,

એવી 'કૃપા'નિધાન , મને યાદ આવે વ્હાલી માં.....


                                            - કૃપા દીપક સોની

                                             ( માંડવી - કચ્છ )



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ