વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નજરબંધ

તારી સાથે ધરાવું છું કોઈ સંબંધ,

થયો તારી આંખે તેથી નજરબંધ.


થતો હળવો ઠાલવી નિરાશા જેની પર,

વિના તારા નથી જડતો કોઈ બીજો સ્કંધ.


પ્રેમમાં આંધળા થવાનો સવાલ જ નથી,

હતો હું તો જન્મથી જ અહીં અંધ.


એટલો પણ વિશ્વાસ ન'તો મારી પર,

કે કર્યો તે ગુનેગાર જેમ નજરબંધ.


માએ ઉતારી વ્હાલથી નજર મારી,

કેમ ટકે કોઈની ખરાબ નજરોનો બંધ.


વહ્યું છે લાગણીનું ઘોડાપૂર ભીતરે,

ક્યાં લગી ઝીલશે ટક્કર નજરોના બંધ.


- નિશાન એમ. પટેલ(સ્વાગત)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ