વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જય શ્રી રામ

જય શ્રી રામ



નવમીએ જન્મયા,નમન તમને જય શ્રી રામ.

ગુરુકુળમાં ભણ્યા,ગૌરવશાળી જય શ્રી રામ.

તાડકાના તારણહાર,ત્રીલોકનાથ જય શ્રી રામ.

ધનુષ્યનો કર્યો ભંગ,ધર્મપાલક જય શ્રી રામ.

સીતાપતિ કહેવાયા,સત્યવાદી જય શ્રી રામ.

માતાનું રાખ્યું માન,મર્યાદાપાલક જય શ્રી રામ.

પિતાની પાળી આજ્ઞા, પુરુષોત્તમ જય શ્રી રામ.

વનવાસમાં કર્યું તપ,વિશ્વવિજેતા જય શ્રી રામ.

ઋષિઓની કરી સેવા,ઋજુહ્રદયી જય શ્રી રામ.

સુગ્રીવને કરી મદદ , સર્વપાલક જય શ્રી રામ.

ભક્તોને દીધા દર્શન, ભક્તવત્સલ જય શ્રી રામ.

રાવણનો કર્યો ઉદ્ધાર, રઘુકુળના જય શ્રી રામ.

સીતામાતા લાવ્યા સંગ,શ્રમાશીલ જય શ્રી રામ.

અયોધ્યાના રાજા,એશ્ચયપતિ જય શ્રી રામ.


કિશન પંડયા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ