અનુશાસન
અનુસાશન એ પાવનકારી પર્વ,
જેનાથી જગમાં મળે બહુ ગર્વ,
વાત આ કામની યાદ રાખો સર્વ.
આ વાતનો બહુ ઊંડો છે મર્મ,
જે બનાવે મજબૂત તમારા કર્મ,
પછી ભલે તમે માનો ગમે એ ધર્મ.
અનુસાશન સદા બહુ લાભકર્તા,
તેનાથી જેમને ફળ્યા વિધ્નહર્તા,
તેઓ બન્યા ભારત ભાગ્યવિધાતા.
ચાલો આજે આપીએ સ્વને ભેટ,
કરીએ સંકલ્પ ન થાસું કયાંય લેટ,
કારણકે એની જ છે અમૂલ્ય નેટ.
કિશન પંડયા.
કેશોદ.