વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હેપી ફ્રેન્ડશીપ ડે.

હું છું કિશન,

અને આ છે મારી એક અ-કવિતા,

તમારા જેવા કેટલાક મિત્રો માટે.


કારણ કે,


હું આજે જે કંઈ પણ છું,

એ તમારે લીધે જ છું.


ચાલીને શાળાએ ભણવા જવાના એ દિવસોથી લઈને,

એક્ટિવા પર ફરવા જવાના દિવસો સુધી.


જો કશું ન બદલાયું હોય,

તો એ છે,

આપણની દોસ્તી.


આ વર્ષોની સફરમાં આપણનો સંબંધ રહ્યો ટોમ અને જેરીની માફક.


એકમેક જોડે લડાઈ ખૂબ કરી‍,

પણ એકમેકને મુશ્કેલીમાં કયારેય એકલા ન મુક્યા,


બસ આપણની દોસ્તી આમ જ બની રહે,

એજ આ ફ્રેન્ડશીપના પ્રતીક દિવસની શુભેચ્છાઓ,


મેં આપી શુભકામનાઓ ફ્રેન્ડશીપના પ્રતીક દિવસની,

ફ્રેન્ડશીપ દિવસની નહીં.


કારણકે દોસ્તીને માત્ર એક દિવસમાં રજૂ કરવી,

એ,

આપણને પાલવે નહીં.









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ