કાના તું બહુ નિરાલો છે!
કાના તું બહુ નિરાલો છે! એટલે જ સહુને વહાલો છે.
તું દેવકીનો દુલારો છે, યશોદાનો વહાલો છે.
તારી બંસીનો મધુર નાદ આ ધરાને આજે પણ યાદ છે,
એ બંસી ફરી સાંભળવા તરસી ઘણી ગોપીઓ છે.
કાના તું બહુ નિરાલો છે! એટલે જ સહુને વહાલો છે.
તોફાનીમાં તું શિરમોર છે, ગાયોનો તું ગોવાળ છે ,
તારી એ બાલલીલાને જોવી એ પણ અનોખો લહાવો છે.
કાના તું બહુ નિરાલો છે! એટલે જ સહુને વહાલો છે.
કાના તું અધર્મીનો સંહારક છે, ધર્મનો સાચો સ્થાપક છે,
ગીતા તણા જ્ઞાનનો તું આ જગમાં દિવ્ય ઉદઘોષક છે.