ધોની
આજે એક સૂર્ય વિદાય લઈ ગયો,
ક્રિકેટના નભમાંથી અસ્ત થઈ ગયો,
ચોતરફ બસ ખાલીપો છવાઈ ગયો.
બાળપણમાં જેને ગમતી રમત,
સારી નોકરીની પિતાની હતી મમત,
જેની સાથે એ થયો માંડ સહમત.
પછી મળી એને નોકરી સરકારી,
સાથે આવી બહુ બધી જવાબદારી,
ગમતી ન હતી એને એ મગજમારી.
સાથે ચાલુ હતી મહેનત અઢળક,
એક દિવસ ચમકી ગયા એના લક,
એને મળી ગઈ એક અદભુત તક.
પછી એ ન ચુક્યો એક પણ મોકો,
વારંવાર મારતો એ ચોકો અને છકો,
જેથી તેને ચાહતા અઢળક લોકો.
ટીમમાં લાવ્યો એ સ્વયંશિસ્ત,
બે વર્લ્ડકપમાં અપાવી તેને જીત,
બન્યો એ સહુ કોઈનો મનમીત.
થઈને ઇન્ટરનેશનલમાંથી નિવૃત,
મેદાન પર ભલે એ ન દેખાય પ્રવૃત,
પણ ધોનીનું નામ રહેશે સદા સ્વીકૃત.
-કિશન પંડયા.