હાલવાનું એટલે હાલવાનું.
હાલવાનું એટલે હાલવાનું,
એમાં પછી ન કયાંય અટકવાનું,
આ તને કેમ ન સમજાનું ?
કેમ મારે તને મારે વારંવાર કહેવાનું?
હાલવાનું એટલે હાલવાનું,
એમાં પછી ન ક્યાંય અટકવાનું.
ફોરજી નામ માત્ર છે તારું કહેવાનું,
બાકી જો તું ટુજીની જેમ ચાલવાનું,
તો રૂપિયા કેમ વધુ લેવાનું?
આવુ તોફાન તારે શીદને કરવાનું?
હાલવાનું એટલે હાલવાનું,
એમાં પછી ન ક્યાંય અટકવાનું.
વસ્તુ ઓછી આપે એને જેલમાં જવાનું,
ખૂબ બદનામ પણ થવાનું,
તો નેટમાં છેતરનારને કેમ કશું ન થવાનું?
હાલવાનું એટલે હાલવાનું,
એમાં પછી ન ક્યાંય અટકવાનું,
એ મારે તને કેટલી વાર કહેવાનું?
કિશન પંડયા.