વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 6

પ્રેમ કે પ્રતિશોધ-6



(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન પહેલી વૃદ્ધ મહિલાની શોધખોળ કરવા માટે દિનેશ અને રમેશને મોકલે છે. વિનય અને રાધી એક કેફે શોપમાં મળે છે. ત્યાંથી નીકળતા વિનયને કોઈ જાણીતી વ્યક્તિને ત્યાં જોઈ હોય એમ લાગે છે. અને તે વ્યક્તિને શોધવા માટે કેફની બહાર મેઈન રોડ પર આવી આમતેમ નજર ફેરવે છે.)


હવે આગળ..........



વિનય રસ્તા પર બંને બાજુ અવર જવર કરતા વ્યક્તિઓને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કરે છે. અચાનક તેની નજર કેફેની સામેની બાજુના રસ્તા પર કેફેથી લગભગ થોડાક અંતરે ઉભેલી એક ટેક્ષી પર પડે છે. તે ટેક્ષી ચાલક સાથે એક મહિલા વાતચીત કરી રહી હોય છે.  તેનો પહેરવેશ હૂબહૂ વિનયે પોલીસ સ્ટેશનમાં જોયેલ સીસીટીવી ફૂટેજમાં હતો તેવો હોય છે. વિનય રોડ ક્રોસ કરીને તેની નજીક પહોંચે તે પહેલાં તે મહિલા ટેક્ષીમાં બેસીને ત્યાંથી આગળ નીકળી જાય છે.


વિનયના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે. તે પોતાની જાતને જ પ્રશ્ન કરી રહ્યો હતો,“શું આ એજ મહિલા હતી કે જેણે શિવાનીનું સેન્ડલ ચેન્જ કર્યું હતું? રાધીએ જે વાત કરી તે કદાચ બની પણ શકે!, મારે અર્જુન સરને આના વિશે જણાવવું જોઈએ. 


પણ, એવું થોડું હોય આખા અમદાવાદમાં એક જ મહિલા તો એવું પોશાક નહી પહેરતી હોય, આ બીજી કોઈ મહિલા પણ હોઈ શકે. રાધીની વાતો સાંભળીને મને પણ રાધીની જેમ આવા વિચારો આવી રહ્યા હશે."


અંતે આ એક સામાન્ય બનાવ હશે એમ વિચારી તેણે આ બાબતે અત્યાર પૂરતું તો કોઈને કઈ ન જણાવવાનું જ નક્કી કર્યું.


આ બાબત વિશે કોઈને ન કહેવું જ ભવિષ્યમાં વિનય અને તેના મિત્રો માટે મોટી ભૂલ સાબિત થવાની તેનાથી બેખબર વિનય સાંજે પોતાના ઘરે પરત ફરે છે.


***********


બીજા દિવસે સવારે વિનયના મોબાઈલમાં એલાર્મ રિંગ રણકી ઉઠે છે. વિનય દરરોજ સવારે 7 વાગ્યે ઉઠી જતો. વિનયે એલાર્મ બંધ કરી મોબાઈલ ચાર્જમાં મૂકીને બાથરૂમમાં જઈ લગભગ વીસેક મિનિટ પછી સ્નાન ઇત્યાદિ પતાવી પોતાના રૂમમાંથી બહાર નીકળી સીધો તેની મમ્મીના રૂમમાં જાય છે.


“તમારી તબિયત બરાબર છે ને, તો હું કોલેજે જવ?"-વિનયે તેની મમ્મીની બાજુમાં બેસીને પૂછ્યું.


વિનયના પ્રશ્નનો જવાબ આપતા તેના મમ્મીએ કહ્યું“હા, હવે તો બધું બરાબર છે. પણ તું નાસ્તો કરીને કોલેજે જજે."


વિનય જેવો રૂમમાંથી બહાર આવ્યો કે માહીએ કિચનમાં કામ કરતાં કરતાં કહ્યું,“ભાઈ, ટેબલ પર બ્રેકફાસ્ટ રેડી જ છે."


“Ok" આટલું કહી વિનય નાસ્તો કરવા બેસે છે. માહી પણ તેની સાથે જોડાઈ છે. 


 વિનયના ઘરથી કોલેજ લગભગ એકાદ કિલોમીટર જેટલા અંતરે હતી.


વિનય વધારે પડતો તો ચાલીને જવાનું જ પસંદ કરતો. પણ દરરોજ તે ઘરેથી બહાર રોડ સુધી આવે એટલે તેના માટે એક સ્કૂટર તૈયાર જ રહેતું.

(હવે કહેવાની જરૂર તો નથી કે સ્કૂટર સવાર કોણ હશે!)


બંને કોલેજે પહોંચે છે. ત્યારે તેમના ગ્રુપના તમામ મિત્રો કોલેજે આવી ગયા હતા. અને કોલેજના મેઈન ગેટ પર જ ધ્યાન કેન્દ્રિત કરીને બેઠા હતા. જાણે વિનય અને રાધીની જ રાહ જોતા ન હોય!


હજી પણ શિવાનીના મૃત્યુને ત્રણ દિવસ જેટલો સમય વીતી ગયો હતો છતાં આખું ગ્રુપ જાણે હસવાનું ભૂલી જ ગયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. 


    કોલેજમાં 10 વાગ્યે બ્રેક પડતા વિનય અને તેના બધા મિત્રો કેન્ટીનમાં તેમના રોજના સ્થાને જઈ એક ટેબલની આજુબાજુ ખુરશી અને સ્ટુલ મૂકીને ગોઠવાઈ જાય છે.


બધા કદાચ શિવાનીને જ મિસ કરતાં હશે. અંતે નિખિલે વિનય સામે પ્રશ્નસુચક નજર કરી કહ્યું,“વિનય, પોલીસ સ્ટેશનમાં શુ થયું તે તો જણાવ."


તેની વાત સાંભળીને બધા વિનય સામે જુવે છે. વિનય થોડીવાર કંઈ બોલ્યા વગર શાંત બેસી રહે છે. કદાચ શું કહેવું અને શું નહીં તે જ વિચારી રહ્યો હશે.


વિનયના કઈ ન કહેવાથી આ વખતે વિકાસે પણ નિખિલે પુછેલ પ્રશ્ન પુનરાવર્તિત કર્યું.


ગહન મનોમંથન પછી વિનયે તેના મિત્રો ને પોલીસ સ્ટેશનમાં થયેલ પૂછતાછ અને અર્જુને બતાવેલ વિડીયો વિશે બધું જણાવી દીધું.


બસ કાલે રાધીને કેફમાં મળ્યા પછીના બનાવ સિવાયનું.


વિનયની વાત સાંભળીને બધાના મુખ આશ્ચર્યથી ખુલ્લા જ રહી ગયા.


રાધીએ પણ મનમાં વિચાર્યું કે સમય આવશે ત્યારે વિનય ખુદ બંને વચ્ચે કેફેમાં થયેલ વાતચીત ઉજાગર કરશે.


વિનયની વાત સાંભળીને બધાના મનમાં એક જ પ્રશ્ન રમતો હતો. કે શિવાનીની હત્યા શા માટે થઈ હશે?


થોડીવારમાં બ્રેક પુરી થવાનો બેલ પડતા બધા કેન્ટીનમાંથી પોતાના ક્લાસ તરફ ચાલ્યા.....



********


બીજી બાજુ દિનેશ અને રમેશ સીસીટીવી કેમેરાની ફૂટેજમાં જોયેલ વૃદ્ધ મહિલાનો ફોટો લઈ તે શોપની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરે છે.


થોડીક તપાસ કર્યા પછી તેઓ મેઈન રોડની બાજુમાં આવેલા એક પાનના ગલ્લા પાસે જઈ રમેશે દુકાનના માલીકને તે મહિલાનો ફોટો બતાવતા પૂછ્યું,“આ મહિલાને ઓળખો છો ભાઈ?"


રમેશ અને દિનેશ બંને યુનિફોર્મમાં સજ્જ હોવાથી પાનવાળાને કઈ વિશેષ કહેવાની કે પરિચય આપવોનો તો પ્રશ્ન જ નહોતો.


ફોટો હાથમાં લઈને ધ્યાનથી જોતા જ પાનવાળાએ કહ્યું,“સાહેબ, આ માજી તો અહીં થી થોડે દુર જ રહે છે. માફ કરશો સાહેબ રહેતા હતા."


તેની વાત સાંભળી બંને આશ્ચર્યચકિત થઈ જાય છે. 


દીનેશે પૂછ્યું,“રહેતા હતા એટલે?"



વધુ આવતાં અંકે.........



શું થયું હશે તે વૃદ્ધ મહિલા સાથે?


વિનય દ્વારા કેફની બહાર જોયેલ મહિલા કોણ હતી?

શું વિનય દ્વારા આ વાત કોઈને ન કહેવી એની ભૂલ સાબિત થશે?

અર્જુન કેવી રીતે પહોંચશે શિવાનીના ખૂની સુધી? તેમજ કેવી છે વિનય અને રાધીની પ્રણય કથા?



જાણવા માટે વાંચતા રહો પ્રેમ કે પ્રતિશોધ Shopizen પર......


**********


આ મારી પ્રથમ નવલકથા હોવાથી કોઈ ક્ષતિ જણાય તો અવશ્ય જાણ કરશો.


તમારા અભિપ્રાય ચોક્કસ આપશો.


આ સિવાય મારા મોટા ભાઈ દિપકભાઈ રાજગોરની હોરર,સસ્પેન્સ અને દિલધડક નવલકથાઓ

1. અધુરો પ્રેમ આત્માનો

2. રુદ્ર-એક માફિયા રક્ષક

Shopizen પર અવશ્ય વાંચશો.......



આભાર.


વિજય શિહોરા-6353553470




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ