પ્રકરણ 5
(ગતાંક થી ક્રમશ...આસવ લખે છે)
મારા ફિલ્મ વિશેના વિચારો કહું તો હસતી ફિલ્મો જ મને ગમે....એવી ફિલ્મો જે આપણને ભુલાવી દે કે આપણે શું વિચારતાં હતા....આમ જોઇએ તો ફિલ્મો આપણી જીંદગી જેવા જ નથી??
બાળપણ થી શરૂ કરીએ તો બાળપણની યાદો આપણને સૌથી વધારે ગમે કારણકે ત્યારે ન તો હોય ભવિષ્યની ચિંતા કે જવાબદારી.... બસ ખાલી ને ખાલી માણવાની દરેક ઉગતી સવાર.. ધગતી બપોર અને મસ્તીની સાંજ......બાળપણ ગમતા ફિલ્મો જેવા છે જે વારંવાર જોવા ગમે... મારું માનજો એક વાર હસાવતી ફિલ્મ જોજો પછી કહેજો મને કેવી મજા આવે.....
અરે પણ મને હજી ક્યાં ખબર તમને કેવા ફિલ્મો ગમે? ખરું ને? જલ્દી જણાવજો... જાણવાની ઉત્સુકતા..
આનંદે આનંદિત આસવ.........
આસવ જી,
તમે તો બહુ સુંદર રીતે આપણા સફરની શરૂઆત કરી... હસાવતી ફિલ્મો વિશે વાંચીને જ મારા મોઢા પર હાસ્ય આવી ગયું....હવે તો જોવા જ પડશે મારે તમને હસાવતા ફિલ્મો.....
મારી વાતો ઉપરથી તમને થોડી તો ખબર પડી જ ગઈ હસે કે મને કેવા ફિલ્મો આનંદ આપતા હસે....
ફિલ્મોના અંત મને સુખી કે દુઃખી નથી કરી શકતા પણ ફિલ્મો વાસ્તવિકતા ની નજીક હોવા જોઈએ....જે ફિલ્મો સાથે હું તાદાત્મ્ય અનુભવું તે હ્રદયને સ્પર્શી જાય.... હવે તો મને ફિલ્મો પણ નથી ગમતા...મને ઘણીવાર એવું લાગે કે તે મને છેતરે છે...ઘણીવાર આપણે કલ્પના સાથે એટલા ઓતપ્રોત થઇ જઇએ કે વાસ્તવિક પાત્રો પાસે આપણી અપેક્ષાઓ વધી જાય.,.અને પછી....જવા દો એ વાત.....
ચાલો બહુ બોલી ગઈ એક નવો વિષય આવ્યો મારા વિચારોમાં....
બીક.... ડર....તમને બીક લાગે કોઈ દિવસ?
મારી વાત કરું તો મને ઘણીવાર વાતવરણ ની જ બીક લાગવા લાગે. ...હું ખૂબ ખુશ થઈ જાવ અને અચાનક મને એ વાતવરણ બદલાઈ જવાની બીક લાગે..... બાળપણ માં એવું જ થયું હતું એકવાર હું અને મમ્મી ખુબ જ હસ્યા હતા અને અચાનક અચાનક સવારે હું ઉઠી ને મમ્મી હસતી હસતી હમેશા માટે સુઈ ગઈ....બસ ત્યારથી ડર પેસી ગયો....
તમારા પત્ર મને ખૂબ જ આનંદ આપે છે.... અનહદ ખુશ થઈ જાવ છું....તેથી જ કોક દિવસ ડર લાગવા માંડે કે આ બધું ક્યાંક ચાલ્યું નહિ જાય ને?
💕 તારી વાતો ને તારા વિચારો,
આપે અનહદ આનંદ ને સાથે
લાગે મારી મીઠી નજર 💕
રાહ જોતી ઓજસ......
(ક્રમશ)