વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 13

પ્રિય સખી ઓજસ....

                   આજથી તમારા નામ પાછળ જી નહિ લગાડું... વાંધો નથી ને....ભલે ફ્કત મિત્ર તરીકે તમે મારા પ્રેમને સ્વીકાર્યો એજ ઘણું છે...આમ પણ હું તેનાથી વધારે તમારી પાસેથી અપેક્ષા પણ રાખતો નથી.......

                તમારા સંતાનો ના લગ્નની ખુબ શુભકામનાઓ.

તમારાં પ્રેમ અને લગ્ન વિશેના વિચારો અને અનુભવો જાણી હ્રદય ફરી એકવાર ઇશ્વરનો આભાર માનવા લાગ્યું કે આવી સારી વ્યક્તિને મારા મિત્ર બનાવવા બદલ.

પ્રેમ તો સતત નિરંતર વહ્યા કરે...તેને સમય કે સ્થળનું બંધન નથી...

               ❣️ પ્રેમમય પત્ર વહ્યા,

                           સાથે લઈ આવ્યાં,

                                     સોનેરી વિચારો ,

                                               ને સંધ્યા રૂપેરી....❣️

         પ્રેમમાં સૌથી સારો દિવસ ક્યારે ઊગ્યો કહેવાય?

ખબર તમને.....જ્યારે આપણી ઇચ્છાઓ અને સામેવાળાની ઈચ્છા એકરૂપ થાય...હોય આપણા સપના અને ઉત્સાહ હોય સામેના પાત્રમાં પૂરા કરવાનો....

આપણે ઇચ્છીએ તેનો મધુર અવાજ કાનમાં સંભળાય,ને ત્યાં તે સામેથી આપણા એક ટહુકા માટે  રાહ જોઈને બેસે....બસ....આજ તો છે પ્રેમ રૂપી પ્રતીક્ષાનો સુખદ અંત. આજે તમે સામેથી મને મળવાની ઈચ્છા બતાવી જાણે મને ફરીથી યાદ દેવડાવી દીધું કે મારે કોઈ માટે જીવવાનું છે.કોઈ માટે પોતાનું ધ્યાન રાખવાનું છે આનથી વધારે કોઈનો પ્રેમ હોય? મારા મંતવ્ય મુજબ ન હોય

          હું પ્રેમ કરું છું...તમને.... તમારા વિચારો ને...

તમારી ભાવનાઓને...તમારી સંવેદનાઓને....તમારા શોખને પણ પ્રેમ કરું એટલે હું એવું ઇચ્છું કે તમારા શોખની જીવંતતા માં આપણે મળીએ....

          અમારા શહેરમાં valentine's day પર એક મોટી ફ્લાવર ડેકોરેશન નામની સ્પર્ધા રાખવામાં આવે છે.મારી ઈચ્છા છે કે તમને પહેલીવાર હું ત્યાં જોવું જ્યાં તમે શોખના આનંદ માં તરબતર હોવ.... તમારા કુંડામાં રહેલા ફૂલોને ફરીથી ખુલ્લા આકાશમાં મહેકાવવાનો સમય આવી ગયો છે. તમને આ પત્ર સાથે સ્પર્ધામાં ભાગ લેવાનું ફોર્મ મોકલી આપુ છું....આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મારે તમને મનાવા કે વિનતી ન કરવી પડે તેટલી અપેક્ષા રાખું છું.હું તમને વિજેતાના રૂપમાં જોવા માંગુ છું.સ્પર્ધા પુરી થાય એટલે હું સામેથી તમને મળવા આવીશ. આવશો ને?


💕 થોડું મારું ને થોડું તારું.....

                       લાવ કરીએ સહિયારું ......

     થોડા મારા ને થોડા તારા,

                        સપનાં ઉછેરીએ સહિયારા......💕.


                                          પ્રેમી આસવ ......

(ક્રમશ)                   



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ