વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 9

(ગતાંકથી ચાલુ. ઓજસ લખે છે)


કેમ છો? મજામાં ને? આમ પૂછવાનું j રહી જાય છે...પણ તમે મોજમાં જ હસો એવું લાગે... સાચી છું ને?

આ તો તમારો મનપસંદ વિષય નહિ?

મારો પણ ગમતો વિષય તો છે.....


પુસ્તક..... મારો પહેલો પરિચય થયો પુસ્તક સાથે  નાની બાળવાર્તા ની નાની નાની ચોપડીઓથી..કેવી મજા આવતી પરી ની વાર્તાઓ વાંચવાની, જાણે બાળપણને પાંખો આવી જાય...પુસ્તકો ને કારણે અવનવી કલ્પના કરવાની અને તેમાં રાચવાની મજા.. ઓહોહો ત્યારનું જાણે પરમ સુખ...એક નવી જ દુનિયા ખુલી જાય આપણી અને પુસ્તકોની....

મને પણ વાંચવું ગમે..નિરાતે... ગમતું વારંવાર વાંચવું....

હમણાં તો ઓશો ને વાંચું.મજા આવે નવિન દૃષ્ટિએ વિચારવાની...એક ખાસ વિષય પર નહિ બસ હ્રદય જોડાવું જોઈએ તો તેમાં અંદર ઉતરી શકાય....

મારા બંને બાળકો સાથે વાંચવાની બહુ મજા આવતી પહેલાં હું તેને વાર્તાઓ કહેતી અને હવે તેઓ પોતાની વાર્તાઓ કરે છે....કેવું બદલાય જાય બધું...નથી બદલાતી નવા પુસ્તકો વાંચવાની ઉત્કંઠા...આવી જિજ્ઞાસા થી પ્રેરાઈને તો તમારા સુધી પહોંચી ગઈ... પુસ્તકોને કારણે આજે હું એક ખુબ સરસ મિત્રની મિત્ર છું... હમણાં શું વાંચો છો...જણાવજો...

                           રાહ જોતી ઓજસ....


ઉત્સાહી ઓજસ જી,

            આજે તો બસ જમીશ નહિ તો પણ ચાલશે તમારો પુસ્તક પ્રેમ અને મારા પુસ્તક પ્રેમમાં પેટ ભરાઈ જશે...

પુસ્તક...એમાંય પ્રિય પુસ્તક એમ પૂછવામાં આવે તો સૌથી પહેલા તો તેની સુગંધ જ યાદ આવી જાય ખરું ને?

અમારા ઘરે બહુ વાતાવરણ નહિ વાંચવાનું પણ મને ઘેલું લગાડ્યું મારી નાનપણની સખી આનંદી એ...અમારા ઘરની સામે કૃષ્ણનું  મંદિર હતું...મારા ઘરનું વાતાવરણ મને રૂચતું નહિ તેથી મારો મોટાભાગનો સમય મંદિર માં વીતતો..અને મારા ખાટામીઠા સંસ્મરણો માં સાથ આપતી નાનકડી મારા જેવડી આનંદી... તે મંદિરના પૂજારીની દીકરી હતી મંદિર માં તેને રહેવાનું...તેના વાંચવાના શૉખે મને પણ પુસ્તક પ્રેમી બનાવી દીધો...

પછી તો બસ... અત્યાર સુધી આ નશો નથી ઉતર્યો...

મે બધા વિષય પર પુસ્તકો વાંચ્યા...નવું પુસ્તક મને હંમેશા આકર્ષે....

હમણાં તો તમારાં પત્રો જ જાણે... પુસ્તકો...જાણે હું તમને વાંચતો હોઉં એવું લાગે છે...આમ જ લખતા રહેજો...


શું વિષય આપુ?...આ પ્રશ્ન થયો ને તેને લાગતો વિષય આપુ.... સમસ્યા....


   ❣️  એમ ઉઘડે આ જીવન પુસ્તક...          

જાણે શબ્દો ની સાથે સાથે ઉઘડે અંતરમન❣️



(ક્રમશ)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ