પ્રકરણ 11
પ્રિય ઓજસ જી,
ચિંતા ન કરો....બસ થોડું ચિંતન કરવાની જરૂર હતી મારે..એટલે થોડો સમય મારા મિત્રની હોસ્પિટલ છે,ત્યાં ક્વાર્ટર માં રહેવા આવ્યો છું બસ....
મને એમ થયું કે થોડો સમય મારે મારી જાત સાથે વિતાવવાની જરૂર છે,એટલે આનાથી વધારે સારો ઉપાય ન હોય શકે.સમસ્યા સરળ થઈ જશે,પણ મારી આ સમસ્યા ના વિચારમાં તમે તો મને વિષય આપતા ભૂલી ગયા.કોઈ વાંધો નહિ.હું આપી દવુ.
આજનો વિષય પ્રેમ અને લગ્ન....
આ વિષય આપવાના બે કારણ છે...
એક તો હમણાં તમારા દીકરા અને દીકરીના લગ્ન છે તમે એ વધારે સારી રીતે ભાવનાઓમાં વ્યક્ત કરી સકશો. અને બીજું ખબર નહિ કદાચ એકપક્ષી હોય સકે પણ
હું તમને મિત્ર કરતાં વધારે માનવા લાગ્યો છું. પ્રેમ...નીખલસ પ્રેમ કેમકે આપણું ભવિષ્ય નિશ્ચિત જ છે...વર્તમાન નો આનંદ છે,પણ ક્યાં સુધી ટકશે તે નિશ્ચિત નથી.
પ્રેમ એટલે મારા મતે ગમતી લાગણી.... ગમતો ભાવ...
પ્રેમ એટલે...... , સ્નેહ,સમજ, સહકાર, સપોર્ટ,સમસંવેદન.....
પ્રેમ હોય તેના સાથમાં હળવાશ હોય,મુક્તિ હોય......
આજે મારા પ્રેમ વિશે પણ કહી જ દવ....
આનંદી...હા એજ આંનદી મારો પહેલો પ્રેમ..મારી પ્રેરણા..
મારી પ્રિયા....હા એજ કલ્પનાની પ્રિયા જેના કારણે આપણે મિત્રો બન્યા...
અમુક સંજોગોને લીધે અમે લગ્ન ન કરી શક્યા પણ તે હંમેશા મારી સાથે રહે છે કલ્પનાની જેમ...એટલે જ ઘણા મને તેના પ્રેમમાં પાગલ ગણે છે....
હવે આવી લગ્નની વાત...
મારી એક સુંદર પત્ની હતી...હા હતી ઍટલે કહું છું કારણકે તે ફ્કત સ્મૃતિ માં છે...
તમને હું પહેલાં કહેત કે તે નથી તો કદાચ તમે મારા પ્રત્યે સહાનુભૂતિ દાખવત જે મને n ગમત... બસ આ કારણથી ઘણું તમને પૂર્ણ રૂપે ન કહ્યુ... પ્રિયા એટલે કે આનંદી ની કલ્પના, પત્ની.. સ્વરૂપા.ની સ્મૃતિ અને તમે હા ઓજસ જી તમે મારો વર્તમાનનો પ્રેમ છો....જેનાથી મારું જીવન છલોછલ છે...ખુબ ખુશ....
તમારા પ્રેમ અને લગ્ન વિશેના વિચારો ની રાહ જોવું છું...
અને હા તમે મારા વિશે શી લાગણી અનુભવો તે ચોક્કસ પણે જણાવજો...જે ભાવ હસે તેને સહર્ષ સ્વીકારી લઈશ....
પ્રેમી આસવ.......
❣️ થોડી ઝાકળ મોકલ મને પત્ર માં સાથે ભીનાશ
તરબતર થઈ જશે તન, મન ને જીવન ની કુમાશ...❣️
(ક્રમશ)