વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 17

(ગતાંકથી ચાલુ આસવ લખે છે)

         હા મેં નક્કી કર્યું હતું કે હું ખાસ મળવા આવીશ તમને મારા પોતાના વતનમાં. ત્યાં  મારા સંતાનો ને એવું લાગ્યું કે હું સ્વરૂપાને ભૂલી નથી શક્યો. આમેય સંપત્તિ વિનાના વડીલો ને સાચવવા ઘણી વાર સંતાનોને સમય નો બગાડ લાગે છે. મારી અધૂરપને ડિપ્રેશન નું નામ આપી દીધું અને ડિપ્રેશનને દૂર કરવાને બદલે આનંદ હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલી આપવામાં આવ્યો.


        મારો મિત્ર ત્યાં જ સેવા બજાવે એટલે તે એક માત્ર સહારો હતો. હું તમારી સામે અર્ધસત્ય બોલ્યો, મને તે સમયે બધું કહેવું યોગ્ય ન લાગ્યું. અને કદાચ ઇશ્વરે મને તેની આ સજા આપી. મારા મિત્રે સલાહ આપી મારું સાહજિક વર્તન જ મને અહીંથી બહાર કાઢી શકે છે અને બસ તમારી મારી આસપાસ રહેલી હાજરીનો અહેસાસ અને તમને મળવાની આતુરતામાં ડોક્ટરો ના મતે સ્વસ્થ થઈ ગયો.

            ૧૪મી તારીખે જ્યારે તમે જીત્યા ત્યારે હું બહાર ખુલ્લી હવામાં શ્વાસ લેવા નીકળવાના વિચારમાં જ હતો ત્યાં તે પહેલા જ મારા સંતાનો એ બહાર નીકળી ને ક્યાં જવું તે પહેલેથી નક્કી કરી રાખ્યું હતું. મારા બહાર નીકળવાના આનંદને અવસર વૃદ્ધાશ્રમ ના દરવાજા એ સ્વાગત કર્યું. આ પીડા મારા માટે ઓચિંતી હતી હું નહોતો ઈચ્છતો કે તમે જે દિવસે સૌથી વધારે ખુશ હોય ત્યારે મારી પીડા ના વાદળો ની છાયા આવે બસ આ જ કારણ હતું તમને ન મળવાનું.

             તે દિવસથી નક્કી કર્યું પત્રની કલ્પના ને પત્ર માં જ મળી લવું. મારા કારણે કદાચ તમે પણ મુશ્કેલીમાં મુકાઇ શકો એટલે જ મારી ઈચ્છાઓ ને સંકોરી લીધી પત્રથી આમ જ મળતો રહીશ.જેમ વધારે ઇચ્છાઓ રાખીએ તેમ આપણી અપેક્ષાઓ વધતી જાય છે અને ખબર નહીં કેમ મને એવું લાગે છે કે હવે હું પત્રોથી જ સંતોષ માની લવું તમને મળવાનું જો મારા નસીબમાં હશે તો ઈશ્વર ખુદ સંજોગોનું નિર્માણ કરશે. હવે તો પત્ર એ જ મારી જિંદગી સુગન્ધ છે. આતુરતા પૂર્વક રાહ જોઉં છું તમારા પત્રની......

        

                                     તમારો આસવ


ક્યાંક ન પહોંચી શકાયાની વેદના પારાવાર

          મારી ને તારી આપણી સંવેદના અનરાધાર


(ક્રમશ)



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ