વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

૮૪. તમે શું ધારો છો

૧ 

"બા, મોટીબેન સાથે હું હવેલીએ જાઉં ? મારે શ્રીનાથજીનાં દર્શન કરવાં છે."

"ભલે જા."

"બાપા, હું આજે ઉપવાસ કરું ? આજે શિવરાત્રી છે."

"હા, ભલે કર."

"બા, રસૂલ સાથે મસીદમાં જાઉં ? નમાજ કેમ પઢાય એ મારે જોવું છે."

"જા, જોઈ આવ."

"બાપા, મેરીબેન સાથે દેવળમાં જાઉં ? હું પણ પ્રાર્થના કરવાનો."

"ભલે જા, દેવળમાં જઈ આવ."

 


"બા, મોતીબેન સાથે હું હવેલીએ જાઉં ?"

"આપણે ત્યાં ન જવાય; શિવમંદિરે જા."

"બાપા, હું શિવરાત્રીનો ઉપવાસ કરું ?"

"ના રે, આપણે તે વળી શિવરાત્રી કેવી ? આપણે તો એકાદશી કરાય."

"બા, હું રસૂલ સાથે મસીદમાં જાઉં ?"

"મસીદમા ? મસીદમાં તે જવાય ? તું કાંઈ મુસલમાન છે ?"

"બાપા મેરીબેન સાથે દેવળે જાઉં ? મારે પ્રાર્થના કરવી છે." "મૂરખા ! વિશ્વાસી થઈ ગયો કે શું ? આપણાથી ત્યાં ન જવાય."

 

*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ