૮૬. ખજૂર નથી ભાવતો
બાળકો એકીસાથે બેસી નાસ્તો લેતાં હતાં.
નાની વિમળે પોતાના વાટકામાંથી થોડોએક ખજૂર પાછો આપી દીધો.
પાસે બેઠેલા શિક્ષકે અવલોકન ઉપરથી વિચાર ઘડ્યા: "વિમુ આજકાલ માંદી રહે છે. કેટલી બધી સમજુ લાગે છે ? ન ખાવા જેવી ચીજ એની મેળૅ જ આપી દીધી."
આગળ વિચાર ચાલતો હતો એટલામાં જ વિમુએ એની ગોઠણને કહ્યું: "એ તો ખજૂર મને નથી ભાવતો એટલે મેં આપી દીધો."
શિક્ષક મનમાં ગમ ખાઈ ગયો.