૧૧૪.હું કહું ત્યારે કરજે
બા શાક વઘારતી હતી.
ઈન્દુને શાક વઘારવાની હોંશ થઈ; ઈન્દુ શાક વઘારી શકે તેવડી હતી.
ઈન્દુએ બાને કહ્યું : "બા, હું શાક વઘારું ?"
બાએ કહ્યું : "હું કહું ત્યારે કરજે; હમણાં ન આવડે."
ઈન્દુ નિરાશ થઈ ચાલી ગઈ.
બાને તાવ આવ્યો,
બાને થયું કે આજે તો ઈન્દુ પાસે શાક વઘારાવું.
બાએ ઈન્દુને કહ્યું : "ઈન્દુ, શાક વઘારને ?"
ઈન્દુએ કહ્યું : "બા, શાક વઘારતાં મને નથી આવડતું." !