વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

૫૯. ભાઈ'શાબા, નથી આવડતું !

વિઠલો સુતાર હતો. હજુ નાનો હતો છતાં ચોડાં ફાડાતાં ને રોંકતા આવડાતું; પણ વિઠલાને ઇતિહાસ ભૂગોળ કેમે કરીને યાદ ન રહે. બિચારો ઘણું ગોખે !

માસ્તર તો લેસન ન આવડે એને કાં તો ગાળો દે ને કાં તો મારે. વિઠલાને તો ગાળો યે દે ને ઉપરથી વળી મારે. વિઠલાને અંગૂઠા પકડાવે; પછી ઉપરથી ઘમ કરી ઘૂંસતો લગાવે !

બિચારો વિઠલો ઉં... કરી જાય ને બોલે: " ભાઈશા'બ નથી આવડતું !" વિઠલાને ઈતિહાસ આવડ્યો જ નહિ; વિઠલાને સુતારકામ આવડ્યું. આજે એ એક સારો સુતાર મિસ્ત્રી છે.

બાપા કામ કરવા દેતા હતા; માસ્તર ભણાવતા હતા ને મારતા હતા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ