વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 3 - ઑય આમ તું ઉતરેલી કઢી જેવું મોં ના રાખ... હસને તું પ્લીઝ... સાવ ઉદાસ અને સૂનમૂન બેઠેલા રાજ

LOVE SECRETS

Season 2 - 3


"અરે બાપા... આવું ના બોલને, યાર! હું મરી જઈશ!" રાજે મેસેજ કર્યો.

"ઓય પાગલ! હું તો મજાક કરું છું!" ગૌરીએ વાત પલટવા ચાહી!

"હા... સમજી ગયો હવે!" રાજે સરેન્ડર કર્યું.

"ઓય હવે મેસેજ ના કર... મારે તારી ટેવ નથી પાડવી!" એણે તાકીદ કરી!

"મરવાનું કહીશ તો પણ હું મરી જઈશ... પણ તું પ્લીઝ આવું ના બોલને યાર!" રાજે રીતસર કરગરતા મેસેજ કર્યો.

"સારું તો બ્લૉક કરું છું..." ગૌરીએ મેસેજ કર્યો તો તુરંત જ "અરે ના... ઓકે... નહિ કરતો તને ડિસ્ટર્બ! ઓકે બાય!" કહીને રાજ ઑફલાઈન જ થઈ ગયો! એણે પોતે બ્લૉક થવાનો બહુ જ ડર લાગતો હતો.

❤️❤️❤️❤️❤️

કૉલેજ જવાનો કોઈનો મૂડ જ નહોતો! હોય પણ કેવી રીતે?! સૌ સીધા જ આઇટીઆઈ પહોંચ્યા.

"ઑય આમ તું ઉતરેલી કઢી જેવું મોં ના રાખ... હસને તું પ્લીઝ..." સાવ ઉદાસ અને સૂનમૂન બેઠેલા રાજને દૂરથી જોઈ રહેલી ગૌરીએ પાસે જઈને કહ્યું.

"વાઉ! રડાવનારા જ કહે છે કે હસતા કેમ નહિ!" રાજ બોલ્યો તો આજુ બાજુ ના બધા જ "વાહ વાહ!!! ક્યાં ખૂબ!" ના અવાજોથી ભરાઈ ગયું!

ગૌરીએ ધારદાર નજર રાજ તરફ જોયું! એનો ચહેરો વધારે રડવાના લીધે સાવ મુરઝાઇ જ ગયો હતો અને એણે હળવું માથું પણ દુઃખી રહ્યું હતું જેને લીધે એ હાથને માથે લઈ જતો હતો! આ બધું જ ગૌરીની ચકોર નજરથી કંઈ બાકાત બિલકુલ નહોતું! ઉપરાંત છેલ્લી અમુક મિનિટ થી એ પાણી માટે બધાને પૂછી રહ્યો હતો પણ એણે પાણી મળ્યું જ નહિ તો હવે ગૌરીએ જ કંઇક કરવું પડશે એમ ગૌરી વિચારી રહી.

ગૌરી એ એક છોકરીના બોટલને લીધો અને પછી એ પાણી પીધું. પછી એણે એ પાણીને રાજને ઑફર કર્યું! હા તેઓ આવું જ કરતા હતા, જ્યારે પણ એકબીજાને તરસ લાગતી હતી તો એ લોકો આમ જ પાણી લેતા અને એકબીજાને આપતા! રાજ ભૂતકાળમાં સારી પડ્યો! એણે થોડી વાર પછી બોટલનું પાણી પીધું.

"ધ્યાન રાખને તારું, પાગલ! મારા જેવી પાછળ પાગલ ના બન! હું તને કોઈ ખુશી નહિ આપી શકું!" બિલકુલ હળવેથી ગૌરીએ બોટલ લેતા એણે કહ્યું.

"નહિ જ જીવાય યાર હવે તો મરવું જ છે!" રાજ માંડ ધીમેથી બોલી ગયો.

"આજે ખાધું કેમ નથી તુંયે?!" રાજે સીધું જ પૂછ્યું તો ગૌરી આશ્ચર્યમાં હતી કે એણે આખીર કહ્યું તો કહ્યું કોને?!

બાજુમાંથી રોહિત હટી ગયો અને ત્યાં ગૌરી બેસી.

"સાંભળ્યું છે કે જનાબ... જયશ્રી, પારુલ અને ચંદ્રિકા એમ બધાની તુંયે તો બેન્ડ જ બજાવી દીધી!" ગૌરી થી હસી જવાયું.

"ચંદ્રિકા તો બસ મને ખાસ ફ્રેન્ડ જ માને છે... એ તો બસ અમે જલ્દી મળેલા તો એ મારી ઉપર હક વધારે કરે છે! એનું પણ આમાં કોઈ જ ઇન્વોલમેંન્ટ છે જ નહિ!" રાજે સ્પષ્ટતા કરી.

"હા... હવે! પણ તને કેવી રીતે ખબર હું નથી જમી એમ!" ગૌરીએ મુદ્દાની વાત કરી.

"તારું હમણાં ધ્યાન નહોતું ત્યારે જ મેં જયાને ઈશારો કરીને પૂછ્યું તો એણે ના કહ્યું!" રાજે કલીર કર્યું.

"ઓકે... દૂર રહેજેને તું પ્લીઝ મારાથી!" ગૌરી એ છેલ્લે કહ્યું.

"ઓહ વાઉ! તું તો એમ જ કહું છું જેમ કે પ્લીઝ ઝેર પી લેને!" રાજે કહ્યું.

"જો મરવાની તો વાત કરતો જ નહિ!" ગૌરીએ આંખો પહોળી કરી.

"હું તો મરી જ જઈશ! અને મરું તો પણ તારે શું?!" રાજ બોલ્યો તો તુરંત જ ગૌરી સાવ ધીમેથી એક ગાળ બોલી ગઈ કે જે ઈવન રાજને પણ ના સંભળાઈ!

આઇટીઆઈ છૂટી ગઈ. સૌ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા.

❤️❤️❤️❤️❤️

બંને ઘરે જમી રહ્યા કેમ કે પેલી મુલાકાતના અંતે રાજે એણે ઘરે જઈને જમી લેવા એની કસમ આપી હતી તો એણે પણ પોતાની કસમ રાજને જમવા આપેલી! આથી બંનેએ આજે ખાધું!

બંનેના ઓનલાઈન થવાનો સમય આવી ગયો હતો.

"તું યાર ના કર મારી સાથે વાતો..." ઘણી સામાન્ય વાતો જેમ કે જમી વગેરે પૂછીને પછી મને મેસેજ ના કર એમ કહીને ગૌરીએ કહેલું!

"કેમ પણ યાર!" રાજે પૂછ્યું.

"તારી પાસે તો ઘણી બધી છે... પારુલ! ચંદ્રિકા! જયશ્રી! એમની સાથે વાતો કરવાની!" ગૌરીએ કટાક્ષ કર્યો! શું આ જ વાત હતી કે વાત બીજી હતી?!

વધુ આવતા અંકે...
                                         
સીઝન 2 ભાગ 4માં જોશો: આજે પણ તેઓ કૉલેજ તો ગયા જ નહિ! બંને આજે આઇટીઆઇમાં હાજર હતા. દૂર થી જ એક બીજાને જોઈ રહ્યા હતા. હા, ગૌરી પણ રાજને જોઈ રહી હતી!

"હાઈ જયા..." કહીને રાજ એ લોકોની બાજુ ગયો.

"ઓહ આજકાલ તો રાજ પહેલાં ની જેમ હસાવતો પણ નથી ને!" હિનાએ કહ્યું.

"અરે મારી લાઇફ જ એક બહુ મોટી મજાક બની ગઈ છે!" એના આ વાક્યે મહેફિલમાં એક શાંતિ જ પ્રસરી દીધી, હતું પણ કેટલું ઊંડું વાક્ય!!!

"તું... યાર પ્લીઝ અહીં થી જા!" ગૌરી એ એણે હાથથી ધકેલવા ચાહ્યું. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ