વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

ભાગ - 2 શરૂ....


         આ સાંભળીને જયદીપ ઉભો થઈને સર ને તરત જ લાફો મારી દે છે.અને સર આ અપમાન સહન નથી કરી શકતા અને જયદીપ ને માનસીને પકડીને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જાય છે.

“મેં આઈ કમ ઇન સર?” સાહેબ બોલ્યા.


“યસ કમ ઇન!” પ્રિન્સિપાલ બોલ્યા.


“સર આ છોકરાઓ એ મને મારા ચાલુ લેકચરે મને એક લાફો માર્યો છે અને જેથી આ લોકોને ડિટેઇન કરી નાખો” સાહેબ ગુસ્સેથી બોલ્યા.


“કેમ બેટા!મા બાપે સંસ્કાર નથી આપ્યા કોઈ પોતાના શિક્ષક ઉપર આમ હાથ ઉઠાવે?” પ્રિન્સિપાલ બોલ્યા.


“પ્રિન્સિપાલ સાહેબ હું સર ને લાફો ના મારેત તે મને લાફો મારવા ઉફસાવતા હતા આજે અમારો કોલેજમાં પહેલો દિવસ જ છે અને આ મારી ફ્રેન્ડ છે માનસી અમે નાનપણથી દોસ્ત છીએ.અમને કલાસ નહોતો મળતો એટલે આવવામાં સહેજ મોડું થઈ ગયું એમા તો સર ક્યાં હતા શું ગોતતા હતા બીજું કશુંય તો નથી ને એવું બોલવા લાગ્યા અમે સોરી પણ કહ્યું છતાં અમે કલાસ માં બેઠા પછી કહેવા લાગ્યા કે તમે તો આવતા વેંત જ આશીકો બનાવી લીધા અને મને કોઈએ મારવાની હજુ સુધી હિંમત નથી કરી આ બધું સાંભળીને માનસી રડવા લાગી અને મારી ફ્રેન્ડ ને કોઈ રડાવે એ મને સહેજ પણ પંસદ નથી સાહેબ” જયદીપે પ્રિન્સિપાલ ને કહ્યું.


“સાહેબ તમે એક કામ કરો તમે બહાર ઉભા રહો ને મારે પર્સનલ વાત કરવી છે આ વિધાર્થીઓ સાથે” પ્રિન્સિપાલે સાહેબ ને કહ્યું.


હવે સાહેબ ત્યાંથી બહાર નીકળી જાય છે.


“હા તો જોવો બેટા!અમારા આ સર અહીંયા 10 વર્ષ થી કામ કરે છે અને હું માનું છું કે તેમનો વ્યવહાર ખોટો હતો તમારી સાથે અને એક શિક્ષક તરીકે તેમને તમારી જિંદગી માં દખલઅંદાજી કરવાની કોઈ જરૂરિયાત નથી.પણ હવે મેં તમને ડિટેઇન ના કર્યા તો એ સર રાજીનામુ આપી દેશે.તો હવે તમે કૃપા કરીને કલાસ માં 14 દિવસ સુધી ના આવતા હું તમને ડીટેઇન કરું છું” પ્રિન્સિપાલ સાહેબ બોલ્યા.


“હા! પ્રિન્સિપાલ સાહેબ કોઈ વાંધો નહિ અમે 14 દિવસ સુધી અમેં કલાસ માં નહિ જઈએ અને સાહેબ ને પણ સોરી કહી દેશું” જયદીપ બોલ્યો.


“હા નાવ યુ આર ગુડ બોય બેસ્ટ ઓફ લક બેટા” પ્રિન્સિપાલે જયદીપને કહ્યું.


ત્યાર બાદ જયદીપ અને માનસી બહાર નીકળે છે અને તેના સાહેબ ની માફી માંગે છે.અને તે કોલેજ ના ગાર્ડન માં બેઠા હોય છે કે ત્યાં એક બ્લેક ફોર વહીલ રિવર્સ આવતી હોય છે અને પાછળ ખાડો હોય છે જયદીપ આ ફોર વહીલ ખાડામાં પડવાની જ હોય છે કે ત્યાં દોડીને જાય છે.


“અરે બ્રો!! પાછળ ખાડો છે આગળ લઈ લે ફોર વહીલ” જયદીપે કારમાં બેઠેલા છોકરાને કહ્યું.


પેલો છોકરો ફોર વ્હીલ આગળ લે છે અને ફોર વહીલ માંથી નીચે ઉતરે છે.


“અરે થેન્ક યુ સો મચ યાર આ હમણાં જ મારા પપ્પાએ મને ફોર વહીલ ભેટ આપી હતી અને તે તો હકીકતમાં મને બચાવી જ લીધો થેન્ક યુ સો મચ બ્રો તારું નામ શું છે?” તે છોકરાએ પૂછ્યું.


“બ્રો મારું નામ છે જયદીપ અને તારું નામ?” જયદીપે પૂછ્યું.


“મારું નામ છે વિહાન હું અહીંયા ના MLA શંકરનાથ નો છોકરો છું કોઈ પણ તમને હેરાન કરે તો મને મારા આ નંબર પર કોલ કરજો” વિહાને જયદીપ ને કહ્યું.


“ઓકે બ્રો થેન્ક યુ” જયદીપે કહ્યુ. અને  પક્ષહી વિહાન ત્યાંથી નીકળી જાય છે.અને માનસી અને જયદીપ પાંચ વાત કરવા લાગે છે.


“અરે બકા આ કોલેજમાં મેં એક ફ્રેન્ડ બનાવી છે રાધિકા જો તે ત્યાં એકલી બેઠેલી છે ચાલ તેને હું લઈને આવું.અને માનસી રાધિકા ને લઈને આવે છે.


“જો રાધિકા આ છે મારો ફ્રેન્ડ જયદીપ” માનસીએ રાધિકાને કહ્યું.


“હાઈ! જયદીપ” રાધિકા બોલી.


“રાધિકા તું કેમ એકલી બેઠી હતી?” જયદીપે રાધિકાને પૂછ્યું.


“અરે મારા અહીંયા કોઈ મિત્ર નથી માત્ર માનસી જ મારી ફ્રેન્ડ છે અહીંયા” રાધિકા બોલી.


“ઓહો!તો ઉભી રે જો હમણાં આપણે ફ્રેન્ડ બનાવીએ” જયદીપે રાધિકાને કહ્યું.


ત્યાં જ ગાર્ડન પાસે એક છોકરા છોકરી હાથ માં હાથ નાખીને ચાલતા હોય છે તેને જયદીપ બોલાવે છે.


"હાઈ બ્રો!મારુ નામ સાહિલ એન્ડ સી ઇઝ નિકિતા માય બેસ્ટ ફ્રેન્ડ" સાહિલે જયદીપ ને કહ્યું .


"યાર નાઈસ ટુ મિટ યુ બ્રો મારુ નામ જયદીપ અને આ મારી દોસ્ત માનસી અને રાધિકા" જયદીપે સાહિલને કહ્યું.


"તો આજથી આપણે મિત્રો હો!" સાહિલ અને નિકિતાએ જયદીપ રાધિકા અને માનસીને કહ્યું.


"હા યાર અફકોર્સ!" જયદીપ રાધિકા અને માનસી ખુશ થઈને બોલ્યા.


        બીજો દિવસ થાય છે જયદીપ અને માનસી કોલેજ પર આવે છે રાધિકા અને નિકિતા અને સાહિલ આ બન્ને નો વેઇટ કરતા હોય છે હવે બધા લોકો ભેગા મળે છે અને કસેય બહાર ફરવા જવાનું પ્લાન બનાવતા હોય છે.એટલામાં ત્યાં વિહાન પણ આવી જાય છે.




ભાગ-2 પૂર્ણ...


            હવે જયદીપ અને તેના મિત્રો બહાર જવાનો પ્લાન બનાવે છે એટલામાં ત્યાં વિહાન આવી ગયો છે હવે વિહાન આ બધાને કયા સ્થળ ઉપર લઈ જશે અને લઈ જશે તો આગળ તે સ્થળ પર શું થશે એ જાણવા માટે વાંચતા રહો "કોલેજગર્લ-રહસ્ય મોતનું".


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ