વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 4

આર્યવર્ધન પોતાની તલવારને જમીનમાં ખુંપાવીને ક્રિષ્નાપ્રિયા સામે હાથ લાંબો કરીને અટકવા માટે સંકેત આપ્યો. એટલે ક્રિષ્નાપ્રિયા પોતાની જગ્યાએ સ્થિર થઈ ગઈ. આર્યવર્ધન તે તળાવની પાસે જવા લાગ્યો. ત્યારે ક્રિષ્નાપ્રિયાએ એક બાણ આર્યવર્ધન તરફ છોડ્યું જે તેના પગ પાસે આવીને જમીનમાં ખૂંપી ગયું. આ જોઈને આર્યવર્ધન અટક્યા વગર આગળ વધી ગયો.

આર્યવર્ધન તળાવ પાસે પહોંચ્યો ત્યાં સુધી ક્રિષ્નાપ્રિયાના પાંચ જેટલા બાણ તેના રસ્તામાં આવી ગયાં હતાં. ક્રિષ્નાપ્રિયા કોઈ પણ ભોગે આર્યવર્ધનને રોકવા માંગતી હતી. પરંતુ આર્યવર્ધનના હાથમાં કોઈ શસ્ત્ર નહોતું એટલે તે પ્રહાર કરી શકે તેમ નહોતી.

આર્યવર્ધને તળાવના કિનારે આવીને પાણીમાં પોતાનું પ્રતિબિબ જોયું. પોતાના ચહેરા પર તેને અમુક રેખાઓ ચમકતી દેખાઈ. આ રેખાઓ એ ઘાવની હતી જે તેણે અત્યાર સુધીના લડેલા યુદ્ધમાં થઈ હતી. તેણે પાણી વડે પોતાનો ચહેરો સાફ કર્યો. આમ કર્યા પછી આર્યવર્ધનને પોતાના શરીરમાં નવી ઉર્જાનો સંચાર થયો હોય તેમ લાગ્યું.

આ સમયે ક્રિષ્નાપ્રિયા તેની ડાબી બાજુએ હતી. ક્રિષ્નાપ્રિયાએ જોયું કે આર્યવર્ધનનું ધ્યાન બીજે હતું એટલે તેણે આર્યવર્ધનના ડાબા ખભાનું નિશાન લઈને બાણ છોડ્યું. પરંતુ આર્યવર્ધને ચપળતા પૂર્વક એ સ્થાનેથી ખસી ગયો અને ક્રિષ્ણપ્રિયાનું બાણ પકડી લીધું. આ જોઈને ક્રિષ્નાપ્રિયા સ્તબ્ધ થઈ ગઈ.

થોડી ક્ષણો પહેલાં આર્યવર્ધનને ક્રિષ્નાપ્રિયાના પ્રહાર રોકવા માટે ખૂબ બળ લગાવવું પડતું હતું અને હવે તેની અંદર ઘણી સ્ફૂર્તિ આવી ગઈ હતી. આર્યવર્ધને તેની તલવાર તરફ દ્રષ્ટિ કરી તે જ ક્ષણે તલવાર અદ્રશ્ય થઈને તેના હાથમાં દ્રશ્યમાન થઈ.
આ જોઈને ક્રિષ્નાપ્રિયાની આંખોમાં ઝનૂન ઉતરી આવ્યું. તેણે પોતાની છડીને વચ્ચેથી આંચકો આપીને બે ભાગ કરી દીધા. બંને ભાગ એક-એક હાથમાં પકડી લીધા. જમણા હાથમાં પરશુ અને ડાબા હાથમાં ઓછી લંબાઈ ધરાવતો ભાલો હતો.

ક્રિષ્નાપ્રિયા અને આર્યવર્ધન એકબીજાની તરફ દોડીને આવ્યા. ક્રિષ્નાપ્રિયાએ ભાલાને આર્યવર્ધનના ડાબા ખભા તરફ ફેંક્યો અને પરશુ વડે જમણા હાથમાં પકડેલી તલવાર પર પ્રહાર કર્યો. આર્યવર્ધને નીચે ઝુકીને ભાલાના હુમલાથી બચી ગયો પણ પરશુનો પ્રહાર તલવાર વડે ખાળી લીધો. પણ વધારે પડતું બળ લગાવવાથી તેની શક્તિ ખર્ચાઈ જતી હતી.

ક્રિષ્નાપ્રિયા પાસે અસાધારણ શક્તિ હોવાનો પરિચય આર્યવર્ધનને યુદ્ધની શરૂઆતમાં થઈ ગયો હતો પણ આ શક્તિ કોણ હતી તે આર્યવર્ધન જાણી શક્યો નહોતો. એટલે તેણે હવે પોતાની સંપૂર્ણ શક્તિથી ક્રિષ્નાપ્રિયા સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કરી લીધો. તેણે ક્રિષ્નાપ્રિયાના પહેલાં પ્રહાર વખતે તેને દૂર ખસેડી દીધી હતી પણ તે તેની નજીક જઈને તલવારથી લડવા માટે સંકેત કર્યો.

આ જોઈને ક્રિષ્નાપ્રિયાએ પોતાના પરશુ પર હાથ ફેરવ્યો એટલે તે પરશુ એક તલવારમાં ફેરવાઇ ગયું. હવે ક્રિષ્નાપ્રિયાએ તલવાર વડે દ્વંધ માટે તૈયાર થઈ ગઈ. આર્યવર્ધને પોતાની આંખો બંધ કરીને ખોલી. પછી આર્યવર્ધન અને ક્રિષ્નાપ્રિયાની તલવારોનો ટકરાવ સાથે અવાજ સંભળાતો હતો પણ તે બંનેમાંથી કોઈ નજરે પડતાં નહોતા.

મધ્યાહનનો સમય થયો એટલે આર્યવર્ધન અને ક્રિષ્નાપ્રિયા તળાવના કિનારા પાસે દ્રશ્યમાન થયાં. ક્રિષ્નાપ્રિયા નીચે બેઠી હતી કેમકે તે ખૂબ જ થાકી ગઈ હતી. તેના આખા શરીર પર પરસેવાના પ્રસવેબિંદુઓ ફેલાઈ ગયાં. તેના કારણે ક્રિષ્નાપ્રિયાની શ્વસનક્રિયા ખૂબ જ ઝડપથી થઈ રહી હતી.

પરંતુ આર્યવર્ધનને કોઈ પરિશ્રમ કરવો પડ્યો ન હોય તેમ લાગતું હતું. ફક્ત તેના કપાળે થોડા પ્રસ્વેદબિંદુઓ હતાં. તેને આર્યવર્ધને પોતાના અંગવસ્ત્ર વડે લૂછી નાખ્યા. પછી તેણે ક્રિષ્નાપ્રિયા સામે જોઈને કહ્યું, “હે ક્રિષ્નાપ્રિયે, તું એક બહાદુર અને ઉતમ યોદ્ધા છે. પરંતુ તું આ યુદ્ધ હારી ચૂકી છે, તેથી હું નિવેદન કરું છું કે તું પરાજય સ્વીકારીને મારી શરણમાં આવી જા.

આર્યવર્ધનની વાત સાંભળી ક્રિષ્નાપ્રિયા ગુસ્સે થઈને પોતાની જગ્યા પર ઊભી થતાં કહ્યું, “એ કદાપિ શક્ય નહીં બને.” આટલું કહ્યા પછી તેણે પોતાની તલવાર આર્યવર્ધન તરફ ફેંકી. પણ આર્યવર્ધને આંખના પલકારામાં ક્રિષ્નાપ્રિયાની તલવારના બે ટુકડા કરી નાખ્યા અને પોતાની તલવાર ક્રિષ્નાપ્રિયા તરફ કરી.

તે સમયે ત્યાં એક પ્રકાશપૂંજ પ્રગટ થયો અને ચારેય બાજુ પ્રકાશ છવાય ગયો. આ જોઈને ક્રિષ્નાપ્રિયાએ તે પ્રકાશપૂંજને પ્રણામ કર્યા. આર્યવર્ધને જોયું તો તે દેવી બ્રહ્મચારિણી હતાં. આર્યવર્ધને તરત દેવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.

દેવીએ આર્યવર્ધનને કલ્યાણ થાવ એટલું કહીને ઊભા થવા માટે ઈશારો કર્યો. આમ દેવી બ્રહ્મચારિણી અહી કેમ આવ્યા હતાં. એનું કારણ જાણવા માટે આર્યવર્ધન આતુર હતો.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ