વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

૭૭. બાબાપુ મૂંઝાયાં


"ચાલો ઝટ માથાં ઓળી દઉં. પછી મારે માશીને ત્યાં પાપડ કરાવવા જવુ છે."

"પણ આજ તો તું અમને દર્શને લઈ જવાની હતીને ? તેં કહ્યું હતુંને ?"

"પણ માશી આવ્યાં હતાં ને મેં એમને પાપડ કરાવવા જવા હા પાડી છે."

"પણ તે પહેલાં તો અમને હા પાડી હતી, દર્શને લઈ જવાની."

"પણ ત્યારે હવે શું થાય ? માશીને વચન આપ્યું એ તોડાય ?"

"પણ અમને આપેલુ વચન કાંઇ તોડશો ?"

"પણ માશીનું ?"

"પણ અમારું ?"

 


"બાપુ, ચાલો હવે છૂટદડી રમીએ."

"પણ મારે ચંપકલાલને ત્યાં જવું છે."

"પણ તમે દડી રમાવાનું નો'તું કહ્યુ ?"

"હા, પણ મેં ચંપકલાલને ત્યાં જવાનું વચન આપ્યું છે."

"પણ અમને ય તમે વચન જ આપ્યું હતું ના ?"

"પણ ચંપકલાલને માઠું લાગે."

"પણ ત્યારે અમને ?"

"પણ આપેલું વચન પાળવું જોઈને ના ?"

"પણ ત્યારે અમને આપેલું વચન તોડાય ?"

"પણ ચંપકલાલનું ?"

"પણ અમે ?"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ