વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

૮૮. બાને નથી ગમતું

ચંચળ અને લક્ષ્મી અંદર અંદર વાતો કરતાં હતાં.

ચંચળ કહે: "લક્ષ્મી મને તારા જેવી ઢોલણી બહુ ગમે છે. તારી જેમ જ એકલાં સૂવાની મરજી થાય છે."

લક્ષ્મી કહે: "ત્યારે કેમ સીતી નથી ?"

ચંCચળ કહે: "પણ બા ઢોલણી ભરાવે ત્યારે ના ? એ તો ભરાવતી જ નથી."

લક્ષ્મી કહે : "હું બાને કહીશ કે ઢોલણી ઝટ ભરાવે."

ચંચળ કહે: "પણ એ તો બાને મારા વિના નથી ગમતું ને મને ભેગી સુવરાવવા માટે ઢોલણી નથી ભરાવતી."

લક્ષ્મી કહે: એવું તે હોય ?

ચંચળ કહે: "સાચે ! બા મને પરાણે ભેGગી સુવારે છે. મને તો નોખા સૂવું બહુ ગમે છે પણ બાને નથી ગમતું."

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ