૧૦૪. હું ગમ્યો નહિ કારણકે —
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું વધારે પડતો ગંભીર હતો.
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું ગંદો હતો.
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું બહુ ઉતાવળથી બોલતો હતો.
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું તેની હાજરીમાં બીજાને વઢતો હતો.
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં તેને એકદમ ઊંચું કર્યું.
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં તેની બોચી થોભી બચી લીધી.
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં તેને તુંકારે ને ઊંચે સાદે બોલાવ્યું
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે હું તેને ગલીપચી કરવા લાગ્યો.
બાળકને હું ગમ્યો નહિ, કારણ કે મેં એને ખોળામાં બેસવાનું કહ્યું.
બાળકને હું ગમ્યો નહિ, કેમ કે મારું મોઢું ગંધાતું હતું.