વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વેદના-સંવેદનાનો રસથાળ

          પોખણા

       મહેમાનો આવી ગયાં... મહેમાનો આવી ગયાં...  સૌ  સ્વાગત કરવાં બહાર દોડી આવ્યાં. માનાં હાથમાં કંકુ -   ચોખા અને કળશ જોઈ બાલ્કની પર ઉભેલી તન્વીને  પાંચ વર્ષ પહેલાનો આવો જ એક દિવસ યાદ આવી ગયો.
        સોળે શણગાર સજી આ ઘરમાં કંકુ પગલા કર્યા હતાં.  માએ માથે ચૂંદડી ચોખા હાથમાં લઈ, કળશ ઢોળી પોખણા કરી નવવધૂ તરીકે તેનું સ્વાગત કર્યું અને નવજીવનનાં મંડાણ કર્યા હતાં.  પછી તો સુખ-દુઃખ,   હસી-ખુશીથી જીવનનૈયા આગળ ચાલી.  ક્યારેક પતિ સાથે રિસામણાં તો ક્યારેક મા સાથે ઝઘડા જીવનની ઘટમાળમાં વણાય ગયાં.  ક્યારેક પરિવાર તરફથી પ્રેમની વર્ષા, ક્યારેક મંગલપ્રસંગોના આનંદ...  અચાનક બે વર્ષ પહેલાં  પતિના આકસ્મિક મૃત્યુંએ જીંદગને દોયલી બનાવી દીધી.
પરંતુ માએ  દીકરાના મોતના દુઃખને ભીતર ભંડારી  ઊગતી જુવાનીએ ઉભેલી પુત્રવધૂને દીકરીનો દરજ્જો આપી દીધો..
           આ જ ઘર અને આ જ પરિવાર સાથે જ જીંદગી પુરી કરવાની તન્વીની જીદને  પ્રેમથી પુરી થવા ન દીધી અને ફરી માએ માથે ચૂંદડી  ચોખા  હાથમાં લઈ  જમાઈના પોખણા અને મહેમાનોનું સ્વાગત કરવા સૌ હરખભેર બહાર દોડી ગયાં.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ