વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ 2

વસુંધરાને વીરની અધુરી  પ્રેમગાથા

                         ભાગ --2


              પણ વીર અને વસુંધરા મધુમતીને બચાવવાં પ્રયાસ કરવા લાગ્યાં . વસુંધરાએ પોતાનો પાલવનો છેડો ચીરીને અંગુઠા પર કસીને બાંધી અને વીરે પોતાની કેડમાંથી છૂરો કાઢી અંગુઠા પર કાપો મૂકી લોહી બહાર કાઢવાં લાગ્યો. થોડીવાર પછી મધુમતી ઝેરની અસરથી બેહોશ થવાં લાગ્યાં. વીર વસુંધરા સામું જોઈને બોલ્યો,..
    "આપ તેમને બોલાવતાં રહો ત્યાં સુધી હું દવા મંગાવી દંઉ"  તેમ કહીને વીર સત્તાવહી અવાજમાં બોલ્યો,..

  "સૈનિકો જાવો અંદર મકાનમાં મારો થેલો લટકે છે તે સત્વરે અહીં હાજર કરો."
સૈનિકોને આ આજ્ઞા કરતો હોય તેમ બોલતો જોઈને રીસ ચડી પણ આ સમય રાજકુમારીનો જીવ બચાવવાનો હોવાથી તે ચુપચાપ દોડીને થેલો હાજર કર્યોં. વીરભાઈએ તરત જ એક દવાની શીશી કાઢી અને એક મીઠાનો ગાંગડો પહેલાં તે ભાગ પર ઘસવાં લાગ્યો. આ તરફ રાજકુમારી હવે બેહોશીમાં જતાં હતાં. થાકીને સમજદાર વસુંધરાએ ચિંતિત બનીને આંખમાં આંસું સાથે હાથ જોડીને વીરને વિનંતી કરી,..

  "હે અનુભવી મહાબલી યૌદ્ધા..! તમારાં પર મને પુર્ણ વિશ્વાસ છે. ગમેતેમ કરીને પણ મારી સખીનો જીવ બચાવી લ્યો."

    "વિપત પડે ને સાંભળે સાચો એક શૂરવીર 

      મોતને પણ પાછું વાળે સાચો ભડવીર."

     વીરને ઘડીક નવાઈ લાગી તે ચમકીને ઊભો થઈને વસુંધરાની સામું પહેલીવાર નીરખીને જોયું પણ હાથ જોડીને વિનંતી કરતી વસુંધરાને જોઈને તેને રાહત થઈ કે આ મને ઓળખતી નહીં પણ મારુ શરીર જોઈને  અંદાજ મારીને કહે છે. વીર ગંભીર બનીને બોલ્યો,.. "હવે એક જ ઉપાય છે જાતે હું ઝેર ચૂસી લઉં તો જ આ કૂંવરી બચી શકે." પછી બીજી એક શીશી દવાની કાઢીને વસુંધરાને આપતાં બોલ્યો,..

  "હું બેહોશ  બની જાવ તો જ્યાં સુધી ભાનમાં ન આવું ત્યાં સુધી સવાર, બપોર અને  સાંજનાં બે ટીપાં મારાં મોઢામાં મુકજો."
આમ કહીને એક બોટલ રાજકુમારી માટે પણ આ જ પ્રમાણે ટીપાં આપવાનું કહીને તેને નીચે બેસીને મધુમતીના અંગૂઠેથી ઝેર ચૂસીને બહાર થુંકવા લાગ્યો. ઝેર બહાર આવતાં રાજકુમારીને તો રાહત થઈ પણ વીર ભાન  રહ્યુ ત્યાં સુધી ચૂસતાં ચૂસતાં  જ  બેહોશ બનીને પગમાં જ ઢળી પડ્યો.

       એક મુખ્ય સૈનિકે હુકમ કરતાં તરત જ થોડાં ભાનમાં રહેલાં રાજકુંવરીને પાલખીમાં બેસાડી ઉંચકીને સૈનિકો વસુંધરાને બોલ્યાં,. "આપ જલ્દીથી રથમાં બિરાજો રાજકુંવરીને તરત જ રાજવૈદ્ય જોડે પહોંચાડી દઈએ."

             આ તરફ બેભાન બનેલા
વીરને નિહાળતી વસુંધરા બોલી,..
  "આને પણ લઈ લ્યો મારી પાલખીમાં મારાં રથમાં."
સૈનિક બોલ્યો,.. "રાજકુમારી આ વીરને રાજમહેલ લઈ જવો શું યોગ્ય કહેવાશે.?"
  વસુંધરા બોલી,.. "હા રાજમાતાને અને મહારાજને હું વાત કરીને સમજાવીશ બસ જલ્દી કરો આ બેહોશ વીરને ઉપાડો."

           વસુંધરાનાં હુકમને માન આપીને સૈનિકો બેહોશ વીરને પણ ઉંચકીને રથમાં મૂકીને ચાલવા લાગ્યાં. બે કલાકની વસમી રણની ધૂળનો રસ્તો કાપ્યા  બાદ ઝીંઝુવાડાનો સમચોરસ અદભુત ગઢ દેખાયો. સમસ્ત કાઠિયાવાડની ભૂમિનો આ એકમાત્ર મજબૂત યુદ્ધ માટેનો કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ત્રિભેટે આવેલ વ્યૂહાત્મક ગઢ હતો.

             રાજચિહ્ન બતાવ્યા બાદ કડડડ... કરતાંક ગઢનાં દરવાજા ખુલ્યાં અને અંદર પ્રવેશતાં જ નગરમાં હાહાકાર મચી ગયો. રાજાની વ્હાલી રાજકુંવરીને કાળોતરા નાગે દંશ દીધો હૉવાના સમાચાર નગરમાં ફેલાઈ ગયાં. રાજવૈદ્ય મહેલમાં ઉપસ્થિત હતાં અને મહારાજ. મહારાણી અને રાજમાતાં અપલક આસુંભર્યા નયને રાજવૈદ્યની શુભવાણી સાંભળવા આતુર હતાં. રાજવૈદે વસુંધરાએ જણાવેલ માહિતી અને વીર દ્વારા કરવામાં આવેલ તાત્કાલિક  ઉપચાર અને દવાની શીશી બતાવી.

     હવે પુરી નાડી તપાસીને રાજવૈદ્ય બોલ્યાં,.
"મહારાજ આ ઔષઘીના પારખું યુવાને જ રાજકુંવરીનો જીવ બચાવ્યો છે. તેને આપેલ જડીબુટ્ટી ખુબ જ દુર્લભ છે. આ કાળોતરો કરડે તો કોઈ બચી જ શકે નહીં પણ આ યુવાનની ઉત્તમ આવડત અને જડીબુટ્ટીના પ્રભાવથી રાજકુંવરી ત્રણ દિવસમાં સ્વસ્થ બની જશે."

     મહારાજ વિજયદેવ અતિ હર્ષિત થઈને રાજવૈદ્યને મહામૂલી ભેટ આપતાં બોલ્યાં,..
    "ધન્યવાદ રાજવૈદ્યજી. "
મહારાજ ધન્યવાદ આ બેહોશ જુવાનને કહેશો તો યોગ્ય ગણાશે. જૂવો તેને પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની શક્તિથી કુંવરીનું ઝેર ચૂસી પોતે બેહોશ બની ગયો છે. તે કયારે ભાનમાં આવે તે નકકી નહીં. તેની આપેલ જડીબુટ્ટી જ તેને ત્રણ સમય તેની આખરી  સૂચના મુજબ આપતાં રહેજો. કદાચ ઈશ્વરકૃપાથી આ દયાળુ જુવાન બચીજાય."

     સાંભળીને વસુંધરાની આંખમાં આંસું આવી ગયાં. મહારાજ પણ દુખી થતાં બોલ્યાં,.. "આ યુવાન વીરની રાજમહેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવે અને તેની ખુબ કાળજી અને સાર સંભાળ રાખવામાં આવે. "

વસુંધરા બોલી,.. "મહારાજ મને આ ઔષધિ પીવડાવાની તેણે  સૂચના આપી છે.જો આપની આજ્ઞા હોય તો હું તેની સંભાળ રાખી શકું.?
"અવશ્ય.. તમારી સહેલીનૉ જીવ બચાવનારની કાળજી રાખવી આપના  માટે યોગ્ય છે." કહીને મહારાજ રાજકુમારીને રાણીમાના કક્ષમાં સાથે લઈ  ગયાં અને વીરને સુલોચનાના કક્ષની પાસે મહેમાન કક્ષમાં રાખવામાં આવ્યો....

        રાજકુંવરીનો જીવ બચી ગયો હોવાના સમાચાર નગરમાં ફરતાં આનંદોત્સવ ઉજવાયો. રાત્રે કુળદેવી મરમરા દેવીની પૂજા આરાધના શરૂ કરવામાં આવી.

          અડધી રાતે રાજમાતાનું હ્નદય આ બેહોશ  યુવાનનું મુખ જોઈને ન જાણે કેમ  બેચેન હતું. ઝીંઝુવાડા ગઢનાં વીરગતિ પામેલ પહેલાના રાજા તેમના પતિના મોટાભાઈ  મહિપાલસિંહની એકમાત્ર કુંવરીની કૈલાસકુંવરની લાડલી દીકરીનું પ્રતિબિંબ આ યુવાનનાં ચેહરામાં દેખાતું હતું.

            મધરાતે અચાનક એક ચીખ મહેલમાં ગૂંજી ઉઠી..કોઈ જાણીતા બે શબ્દો સંભળાયા. રાજમાતાં એ અવાજ અને તેનાં  બે શબ્દો  સાંભળીને બેચેન બનીને દોડ્યાં. સૈનિકો પણ તેમની પાછળ દોડ્યાં. કોલાહલ  થતાં મહારાજ પણ સફાળા જાગીને તલવાર લઇને દોડ્યાં. આ તરફ વસુંધરા સત્વરે બહાર આવીને વીરનાં કમરામાંથી  આવેલો અવાજ પારખીને બેહોશીમાં ઉછળતાં વીરની પાસે પહોંચી તેનું માથું ખોળામાં લઈ માથે હાથ ફેરવી શાંત કરવા લાગી...
પોતાની મા રાજમાતાને દોડીને આવતાં જોઈ મહારાજને ખુબ જ નવાઈ લાગી. દરેક જોનારની આંખો વિસ્મિત બની ગઈ..
દરેકના મનમાં સવાલ ઉદ્દભવ્યો કે,..
  "આનું એવું ક્યુ રહસ્ય હશે.?.?
  
    ---** ક્રમશ ----
     વાંચો આવતાં અંકે  ભાગ;- 3
     *** રહસ્ય પરથી ઉંચકાતો પડદો
     ---મધુર પ્રીતની યાદો

          


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ