વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તૂટેલા મન

                  વૃદ્ધ માજી ધ્રુજતા હાથે લાકડીના સહારે માંડ માંડ ચાલીને વૃદ્ધાશ્રમના ઝાંપા પાસે બેઠા. વૃદ્ધાશ્રમના ઝાંપા પાસે સરસ મજાનો બગીચો બનાવ્યો હતો જેમાં બેસવાના બાંકડા ગોઠવેલા હતા. વૃદ્ધ માજીથી હવે વધારે ચાલી શકાય તેમ નહતું એટલે ત્યાં બેસી પડ્યાં. માજીની જોડે જોડે તેમનો દસેક વર્ષનો પૌત્ર પણ ચાલતો હતો ને તે પણ જોડે બેસી ગયો. તે પૌત્ર માજીની લાકડી વળે રમતો હતો.


            બગીચામાં ઘણા બેસવાના બાંકડા હતા છતાંય વૃદ્ધ દાદા જે અડીખમ ઊભા રહ્યા. તેઓ એકદમ સ્વસ્થ જણાતા હતા. તેમના મોઢાના ભાવથી તેઓ જરા કડક લાગતા હતા. તે દાદા વૃક્ષની માફક અડીખમ ઊભા હતા. તેમની આંખો જરા નરમ લાગતી હતી અને તે સતત મનમાં કશુંક બોલતા હતા. એટલીવારમાં તેમનો દિકરો અને વહુ ત્યાં મોઢું ફુલાવીને આવી ચડ્યા. વહુના હાથમાં એક સૂટકેસ હતી. તે સૂટકેસ તેણે બાજુમાં મૂકી અને તેના ફોનમાં વ્યસ્ત થઈ ગઈ. દીકરો તેની માં ની બાજુમાં ઊભો રહ્યો હતો અને કંઇક વિચારતો હોય તેમ લાગતું હતું. દીકરાની આંખ કશુંક કહેવા માંગતી હતી પણ તે જતાવી શક્યો નહીં. 


         થોડીવાર રહીને માજીએ તેમના પાકીટમાંથી સો રૂપિયાની નોટ કાઢી અને તેમના પૌત્રના હાથમાં ધરી. તેના માથે હાથ ફેરવ્યો અને કહ્યું, ' તારી બા ના તને આશીર્વાદ...! ખૂબ ભણો ગણો ને જીવનમાં ખૂબ આગળ વધો પણ એટલા ના આગળ વધી જતાં કે તમારા માં બાપને પાછલી જીંદગીમાં દુઃખી થવું પડે..! '   


એટલું બોલ્યા બાદ માજી તેમના દિકરાની સામે દેખતા બોલે છે, ' તને ભણાવીને અમે મોટો વકીલ બનાવ્યો ને તે તારા સગા માં બાપને કાનૂની દાવપેચમાં ફસાવી દીધા. મામૂલી સંપત્તિ માટે માં બાપને ઘરવિહોણા કરી નાખ્યાં. ધિક્કાર છે...! '



   


           


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ