વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભૂતકાળ ની છાપ-૩

(આગળ જોયું કે.... માયા પોતાના રૂમ માં પડેલી બુક વાંચે છે. માયા એવું જ પોતાના જીવન માં અનુભવ કરે છે.માયાના પિતા અને મિત્રો સાથે મેળામાં જાય છે. આગળ...)

 

રાતના સમયે મેળામાં થી આવ્યા પછી ઘણા વિચાર કરી ને માયા ફરીથી બુક હાથમાં વાંચવા માટે લે છે. શુ લખ્યું હશે આગળ? એવા  વિચાર સાથે માયા બુક ના આગળના ભાગ માં રહેલા કાળા પનામાંથી એક પનું ખોલે છે.

 

"બુક વાંચતા"...

 

"ધીમે ધીમે હું મારા રૂમમાં આવી ત્યાં ઘણા ઘડા હતા, હું તે માયા ના ઘડા ને અડવા ની સાથે .....

 

"બુક બંધ કરી ને"..

 

એટલું જ વાંચતા માયા દોડી ને તેના પાપા પાસે જાય છે. રામભાઈ રૂમમાં કેતુ સાથે બેઠા હતા, અચાનક  માયાને દોડીને આવતા જોઈ બંને ઉભા થાય છે. માયા રામભાઈ પાસે આવે છે.

 

માયા આવીને સીધું રામભાઈને પૂછેછે, "પાપા આ માયાના ઘડા શુ છે?"

 

બે ઘડી રામભાઈ ને કેતુ શાંત ઉભા રહે છે, કંઈજ બોલતા નથી .થોડીવાર પછી રામભાઈ બોલ્યા, "બેટા કેમ આવા સવાલ કરે છે?"

 

"પાપા તમે કિધુ હતું ને આ બુક મારુ જીવન બદલી નાખશે!" રામભાઈ ને આતુરતા સાથે માયા સવાલ કરે છે.

 

"હા બેટા" કહ્યું હતું.

 

"તો પાપા મેં બુક વાંચી", માયા પોતાની સાથે બનેલી બધી ઘટનાની  વાત રામભાઈ ને કહેછે. છેલ્લે માયાના ઘડા ની વાત કરી.

 

આ બધું સાંભળી ને રામભાઈ બોલ્યા,"બેટા માયા તારું નામજ આ માયા પરથી રાખ્યું છે.

 

માયાને પાસે બેસાડી ને ભૂતકાળ ની વાત કરે છે.

 

જ્યારે તું બે વરસની હતી ત્યારે ખાવાના ફાફા હતા. ઘર માં અનાજ નો દાણો હતો નહીં. હું ને તારી મા આખો દિવસ કામ કરતા તો પણ બે ટક ખાવા ના પૈસા થતા નહીં.આવા દિવસો પસાર થતા હતા.

 

એક આવીજ રાત હતી. હું ને તારી મા આ ઘર માં જમવા બેસવાની તૈયારી કરતા હતા ત્યાંજ એક સાધુ આવ્યા. દરવાજા પાસે આવીને ઊભા રહે છે. ઉભા રહી ને કાઈ બોલતા નથી, હું એમને આવકાર આપવા બહાર ગયો.

 

સાધુ ને જઈને આવકાર આપીને જમવાનું કહ્યું. સાધુ જમીને થોડીવાર ઘર માં બધે ખૂણે-ખૂણે ઉભા રહી ને આખા ઘર માં ઘૂમી રહ્યા હતા . મેં એમને કારણ પૂછયુ.

 

અચાનક આવ્યા ત્યારના એક શબ્દ ના બોલનાર સાધુ બોલ્યા" તારા પરિવાર પર લક્ષ્મી વરી છે, તારા આ ઘરની જમીનમાંથી અગિયાર માયા ના ઘડા નીકળશે".

 

એમ કહી મને એક ખૂણામાં ખોદવા કહ્યું. ખોદતાં પહેલા સાધુ બોલ્યા, "તું માયા તો બહાર કાઢી શકીશ પણ ! જો તેના પર કોઈ પણ સ્ત્રી ની છાયા પણ પડશે તો માયા પાછી જમીનમાં વિલીન થઈ જશે."

 

વળી થોડુંક આગળ ચાલીને કહે, "માયામાંથી સાધુ કે દુખિયા ને જમાડ્યા દાન પુણ્ય કર્યા વિના તારા પરિવારની સ્ત્રી કે તારા પરિવાર સિવાય ના કોઈ પણ વ્યક્તિ જો માયા ના ઘડા ને સ્પર્શ કરશે તો તે બધી યાદ ભૂલી ને માયા ની માયા માં લિન થઈ જશે"

 

આ સાંભળી ને મેં સાધુ ને પૂછ્યુ, " આવું કેમ મહારાજ ?"

 

સાધુ સામે જોઈને બોલ્યા, "આ બધું તો માયા ના ખેલ છે." અને હસવા લાગ્યા.

 

આ બધી વાત પૂરી કરી મેં સાધુ એ કહ્યું એમ જમીન માં થોડું જ ખોદયુ તો એક ઘડો દેખાયો .જોઈ ને હું તો રાજી થઇ ગયો.ખુશી ને મારે જુમવા લાગ્યો. હળવે થી ઘડો બહાર કાઢ્યો અને બાજુ માં રાખ્યો. વળી થોડું જ ખોદયું તો બીજો ઘડો નીકળ્યો એને પણ બહાર કાઢ્યો.

 

ત્રીજો ઘડો હજી જમીનમાંથી બહાર કાઢવા હાથ લંબાવ્યો, ત્યાંજ ગાયબ થઇ ગયો. જોયું તો તું રૂમ માં અંદર આવી હતી. અને એક ઘડા ની અંદર ની વસ્તુ સાથે રમત રમી રહી હતી. એની ચમક થી તારું મન તેને સ્પર્શ કરવા રોકી શક્યું નહીં. અને સાચે જ એની ચમજ જ એવી હતી કે એકવાર એને જોઇલે એ વ્યક્તિ સ્પર્શ કર્યા વગર રહી જ ના શકે. મને લાગ્યું કે તું હવે માયાના મોહમાં ભાન ભૂલી જઈશ.

 

એના ઉપાય રૂપે મેં સાધુ ને આ વાત નું સમાધાન પૂછ્યું.

 

સાધુ એ મુખ પર થોડું સ્મિથ લાવીને કહ્યું "આ તો હજી નાની છે, આ બાળકીને માયા ની અસર ના થાય, જો માયા નો મોહ માં હશે તો પણ એ જાજા સમય માટે નહીં રહે, આના હાથેજ આ માયા નું દાન કરાવો સમય જતાં આ બધું જ સરખું થઈ જશે.

 

એમ કહી સાધુ દરવાજા ની બહાર જતા હતા. ત્યાંજ મે સ્વાભાવિક રીતે સાધુને પૂછી લીધુ, "મહારાજ બાકી ની માયા?"

 

મારી વાત વચ્ચે જ કાપી ને સાધુ બોલ્યા, "સમય આવતા તું કે તારા વંશના દીકરા-દીકરી એનો લાભ લેશે." વળી જતા જતા તારા માથા પર હાથ ફેરવી ને કેતા ગયા કે...

 

"આ પણ માયા જ છે"

 

"ભૂતકાળ માંથી બહાર''

 

"હવે ખબર પડી તારું નામ માયા કેમ છે?" રામભાઈ માયાની સામે જોઈને કહ્યું.

 

"હા પાપા પણ એ માયા નું શુ કર્યું? આ બુક ક્યાંથી આવી?" આ સવાલો માયા તેના પાપા ને પૂછેછે.

 

રામભાઈ કઈ બોલતા નથી. સામે માયા જવાબો માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. કેતુ પણ જવાબોની રાહમાં હતી. કેતુને  પણ આ બુક વિશે ખબર નહોતી.

 

રામભાઈ માયા અને કેતુ ને સમજાવતા કહે છે,"બેટા  બધી જ વસ્તુ નો સમય હોય છે જેમ માયા નો છે, માયા એના સમય પરજ બહાર આવશે એમ આ વાત પણ સમય આવશે એટલે તમને ખબર પડી જશે, ત્યાં સુધી આ વાત ને અને બુક ને સંભાળી ને રાખજે જ્યાં સુધી જરૂર ના જણાય ત્યાં સુધી બૂક ખોલવી નહીં કે ખોવી નહીં".

 

રામભાઈ માયા પાસેથી બુક લઈને સાચવી ને મૂકી દે છે .....

 

ક્રમશઃ

 

શુ રામભાઈ સાચુ બોલી રહ્યા હતા ?

 

આ બુક કોની  છે ?

 

અને રામભાઈ પાસે કેવી રીતે આવી?.

 

આગળનો ભાગ-૪ લગભગ થોડા જ દિવસોમાં આવી જશે. આગળના રહસ્યો જાણવા માટે બન્યા રહો "ભૂતકાળ ની છાપ" ની રોમાંચક સફર સાથે.

 

લી. પારસ બઢીયા 

મો.૯૭૨૩૮૮૪૭૬૩.







ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ