વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તેતો દાટ વાળ્યો

"તેતો દાટ વાળ્યો"


દાટ વાળ્યો તેતો દાટ વાળ્યો,

અલ્યા મોબાઈલ તેતો દાટ વાળ્યો..

તારી માયાજાળમાં ફસાવી,

અલ્યા મોબાઈલ તેતો દાટ વાળ્યો..


ટ્રીન ટ્રીન વાગતો મીઠો લાગતો,

કેમ છો, મજામાં છો ભુલાવી દીધું.

એકાદના હાથમાં જોવા મળતો,

હાઈ હેલ્લોમાં મોઢું મલકાવી દીધું.

અલ્યા મોબાઈલ તેતો દાટ વાળ્યો...


અલકમલકની દાદાજી વાર્તા કરતાં,

એક કાને થઈને છોકરાં સાંભળતા.

સગાવ્હાલાંને પત્ર લખી ખબર પૂછતાં,

વળતો જવાબ આપજો એવું લખતાં.

અલ્યા મોબાઈલ તેતો દાટ વાળ્યો...


નાનાને મોટાના હાથમાં તું રમતો,

કારણ વગરના કજીયા તુ કરતો.

ખીચાનો ભાર હલકો તુ કરતો,

પરિવારનો વેરી તુ ઝેર રેડતો.

અલ્યા મોબાઈલ તેતો દાટ વાળ્યો..


રચના:- કિશન એસ.શેલાણા"કાવ્ય"




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ