વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાર્તા

ખાનું ગોઠવતાં એની ડાયરી હાથમાં આવી, અંદર એક વાર્તા લખેલી. કામ બાજુ પર મૂકી, મેં વાર્તા વાંચી કાઢી. મને એની વાર્તા બહુ ગમી એટલે મેં એના વખાણ કરવાનાં શબ્દો પણ ખોળી કાઢ્યાં. એ આવે કે તરત જ એને કહીશ કે ખૂબ સરસ વાર્તા લખે છે, વધુ લખવાનો પ્રયત્ન કરવો જોઈએ. 

એ મારી વાર્તા વાંચી, મને સારા-ખોટાં સૂચનો કરે છે. એ ઘણી વાર ભૂલી પણ જાય તો હું એને વારંવાર યાદ કરાવી મારી વાર્તા વંચાવી લઉ. ઘણીવાર તો એવું કહી દઉં કે તમે તો મારી વાર્તા વાંચતા જ નથી. પછી મને પરાણે વાંચી આપે. આજે તો મારે પણ એની વાર્તાના વખાણ કરવા છે અને આગળ વધવાનું પ્રોત્સાહન આપવું છે. એણે મને કેટલા સમય પહેલા કિધેલું કે એણે એક વાર્તા લખી છે. લગભગ બે વરસ પહેલાં. મારા મગજમાંથી આ વાત નીકળી જ ગયેલી. નક્કી કરેલા વખાણ મનમાં ને મનમાં દટાઈ ગયા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ