વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પી.કે.સિંધવ

અતિથી....પી.કે.સિંધવ ****

*આભ સરીખું રાખજો વિશાળ દિલ તમારૂ‚*
*આંગણે આવેલ અતિથીને આપજો ભોજન સારૂ..!!*

*અતિથીને અતિભાવે જમાડીને આપજે પાન-બીડાંના મુખવાસો‚ અંતે પરોણાંને મુકવાં જજે ઝાંપા સુધી‚ પછી જ વળજે તું પાછો..!!*

*રાઘવ તણાં આ દેશમાં આવાં મોંઘામુલા પરોણાભાવ છે‚*
*જ્યાં તિથી વગર આવેલ અતિથીમાં ઈશ્વર દશૅન થાય છે*

*પરખ કહે પ્રસન્ન ભાવે પરોણાગતિની તમે આવી પાવનજયોત જલાઓ‚ સઘળું દેશે-ખુટવાં ન દેશે તમને ઈ અતિથીની અપાર દુઆઓ..!!*
   ------------------------
3)
*ધબકારો*
કવિ:- પી.કે.સિંધવ

*એક ગરીબ માં નો ધબકારો એટલે એનો લાડકવાયો લાલો‚એ લાલાનો ખમકારો એટલે એની પત્નીએ પાયેલ પ્રેમનોય પ્યાલો..!!*
*એક ગરીબ બેનડીનો ધબકારો એટલે એનો જવતલનો હોમનારો‚એ જવતલીયાનો ખમકારો એટલે એની સાળીની અવળી-સવળી વાત્યુંનો મારો..!!*
*એક ગામડાંનાં માનવીનાં આયખાંના ઉદગારો એનો છે ધબકારો..એ ઉદગારો કાળચક્રનાં ચક્રવ્યુહમાં કદી કરી શકે ના ખમકારો..!!*
*એક આસ્થાવાનનો ધબકારો એટલે એનાં પરમેશ્વરનાંય ચમત્કારો..પરમેશ્વરનાં પરમાણુઓમાં રમી રહે એનો ભાવ તણો ભજનારો..!!*
*એક સૃષ્ટિ તણા રખવાળનો ધબકારો એટલે એનાં મોંઘામુલા સર્જનનો છે સાચવનારો..ઈ સાચવનારનાં સૃષ્ટિ પરનાં છે એનાં અનન્ય ઉપકારો..!!*
     ----------------
*★તારોને બસ તારો જ સાથ★*
કવિ:- પી.કે.સિંધવ

ક્યાંક નયનમાં હોય છે..ક્યાંક અશ્રુઓમાં હોય છે‚
તારોને તારો જ સાથ હૈયાંના હરેક ખુણામાં હોય છે..

ક્યાંક વાતોમાં હોય છે.. ક્યાંક શરારતોમાં હોય છે‚
તારોને તારો જ સાથ જીંદગીની હરેક વાતોમાં હોય છે..

ક્યાંક ખુશીમાં હોય છે..કયાંક ઉદાસીમાં હોય છે‚
તારોને તારો જ સાથ જીંદગીની હસરતોમાં હોય છે..

ક્યાંક લાગણીઓમાં હોય છે..ક્યાંક આવેગમાં હોય છે‚
તારોને તારો જ સાથ જીંદગીની હરેક ઊર્મિમાં હોય છે..

ક્યાંક સૃષ્ટિમાં હોય છે.. ક્યાંક દષ્ટિમાં હોય છે‚
તારોને તારો જ સાથ જીંદગીની હસ્તરેખામાં હોય છે..
      ----------------
★ આધુનિકતાની બદીઓને સ્પર્શતા દુહાઓ★*
કવિ:- પી.કે.સિંધવ

*માનવનાં સ્વભાવમાં‚ ખરાબ ગણાય કાળ..*
*નોતરે ઝાઝી વિપત્તી‚ ક્રોધ ન શમે તત્કાળ..!!*

*અવળાં પાટે જે ચડ્યાં‚ લજ્જા મેલી વાટ..*
*ખાવાનાં ફાંફા પડ્યાં‚ વાળ્યો ઘરનો દાટ..!!*

*આધુનિકતાની અસરે‚ વકર્યો સમાજવાદ..*
*સમાજનું પતન જ થશે‚ છોડજો રે સંસાર..!!*

*લાગે સૌને ઈ જબરો‚ ભપકો ભારી ગમે..*
*સરકસનું જાણ માંકડું‚ વેશ વટાવી ભમે..!!*

*ધરમની તરફ સૌ વળ્યાં‚ યોગી ને અવધૂત..*
*અટલ આજે સંસારમાં‚ હૈયાં કેરી વાત..!!*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ